Gujarat

રાજકોટ રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થા સાથે ૨ ઇસમોને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થા સાથે ૨ ઇસમોને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૩૦/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં અનડીટેકટ ચોરીના/લુંટના ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ નાસતા-ફરતા આરોપીઓ પકડવા તેમજ પ્રોહીબીશન/જુગારના વધુને વધુ કેસો શોધી કાઢવા તેમજ પ્રોહીબીશન/જુગારની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા માટે પ્રોહી બુટલેગરો ઉપર વોચ રાખી તેઓને ચેક કરવા અને સફળ રેઇડો કરવા તેમજ વધુને વધુ કેસો કરવા તેમજ આ અંગે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ સતત પ્રયત્નશીલ હોય. એમ.આર.ગોડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના એ.એન.પરમાર તથા તેમની ટીમના પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન હરસુખભાઈ સબાડ તથા મયુરધ્વજસિંહ જાડેજા ને મળેલ ચોક્કસ હકીકતના આધારે ભવાનીનગર, ૧૫૦ ફુટ રીંગ રોડ, આસ્થા રેસીડેન્સીની બાજુમાં કાળુ બીજલભાઈ રાતડીયા ના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસરનો ઇંગ્લીશ દારૂનો જથ્થા સાથે બે ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) કાળુ બીજલભાઈ રાતડીયા જાતે.ભરવાડ ઉ.૩૬ રહે.ભવાનીનગર, ૨૫ વારીયા પ્લોટ, ૧૫૦ રીંગ રોડ, આસ્થા રેસીડેન્સીની બાજુમાં રાજકોટ (૨) અજય ખીમજીભાઇ ભેડા જાતે-ખાંટ ઉ.૩૦ રહે.પુનીતનગર, કર્મચારી સોસાયટીની પાછળ, સતનામ સોસાયટી મે.રોડ, બ્લોક નં.-૭ રાજકોટ. ઈંગ્લીશ દારૂનો જથ્થો કુલ કિ.૬૩,૬૧૭ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય. રાજકોટ શહેર DCB પોલીસ સ્ટેશન પ્રોહી. કલમ-૬૫ઇ,૧૧૬(બી), મુજબ ગુનો દાખલ કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250630-WA0007.jpg