Gujarat

રાજકોટ ક્રિષ્ના વોટર પાર્ક પાસેથી ટ્રકમાં વેસ્ટેજ ટાયરની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ ક્રિષ્ના વોટર પાર્ક પાસેથી ટ્રકમાં વેસ્ટેજ ટાયરની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૩૦/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢી પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અમીતકુમાર અગ્રાવત તથા રાજેશભાઈ જળુ તથા દિપકભાઈ ચૌહાણ તથા વિશાલભાઈ દવે ને મળેલ ચોક્કસ હકીકત આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે, ક્રિષ્ના વોટર પાર્ક સામે રોડ ઉપરથી અશોક લેલન્ડ કંપનીના ટ્રકમાં ભરેલ વેસ્ટેજ ટાયરની આડમાં છુપાવેલ ભારતીય બનાવટના ગેરકાયદેસર વિદેશી દારૂની પેટીઓ નંગ-૩૮૧ કુલ બોટલો નંગ-૧૮૨૮૮ કિ.૭૧,૬૩,૬૪૮ ના જથ્થા સાથે આરોપીઓને પકડી પાડી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) વિશાલસીંગ સુનીલસીંગ રાજપુત ઉ.૩૦ રહે-ઘંટેશ્વર, તિરૂપતી હાઈટ્સ ફ્લેટ નં.૮૦૧ રાજકોટ, મુળ-ઉમરપુર એરીયા, પોસ્ટ.સદર હુશેનાબાદ, જી.જૌનપુર (ઉતરપ્રદેશ) (૨) રંગીલ રાજકુમાર રાય ઉ.૩૫ રહે-ઘંટેશ્વર, તિરૂપતી હાઈટ્સ ફ્લેટ નં.૮૦૧ રાજકોટ, મુળ-ફતેહપુર ગામ, પોસ્ટ.અંજની, થાના.પરસા જી.છપરા (બિહાર) અશોક લેલન્ડ કંપનીનો ટ્રક રજી.નં.GJ-03-BY-3615 રાજકોટ શહેર DCB પોલીસ સ્ટેશન પ્રોહી કલમ-૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબ ગુનો દાખલ કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250630-WA0021.jpg