રાજકોટ CCTV તથા હ્યુમન સોર્સીસના મદદથી ચીલઝડપ તથા મોટરસાઇકલ ચોરીના ગુન્હાઓના ભેદ ઉકેલીતી એ-ડીવીઝન પોલીસ.
રાજકોટ શહેર તા.૧/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ પો.સ્ટે. વિસ્તારમાં થયેલ વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય, જે અન્વયે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી આરોપીને પકડી પાડવા P.I બી.વી.બોરીસાગર નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ડી-સ્ટાફના PSI એસ.એમ.રાણા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના કનુભાઈ બસીયા તથા સાગરભાઇ માવદીયા તથા મહેશભાઈ ચાવડા તથા પી.સી. ધર્મેશભાઈ ખાંડેખા નાઓની સંયુક્ત હકીકત આધારે શાસ્ત્રી મેદાનના ગેટની પાસેથી એક ઇસમને અલગ-અલગ કંપનીના કુલ-૩ શંકાસ્પદ (ચોરાઉ) મોબાઇલ ફોન તથા એક મોટરસાઇકલ સાથે પકડી પાસે રહેલ મોટરસાઇકલના વેલીડ કાગળો તથા મોબાઇલ ફોનના બીલ માંગતા ન હોય જેથી ઇસમની યુક્તિ-પ્રયુક્તિથી પુછ પરછ કરતા મોટરસાઇકલ તથા ત્રણ મોબાઇલ ફોન પોતે રાજકોટ શહેરમાં અલગ-અલગ જગ્યાએથી ચોરી કરેલ હોવાનું જણાવેલ તથા ઇસમની ઉંડાણ પૂર્વક યુક્તિ-પ્રયુક્તિની પુછપરછ કરતા ઇસમે આજથી આશરે ૮ દિવસ પહેલા વહેલી સવારના સમયે હોસ્પિટલ ચોક ઓવરબ્રીઝ નીચેથી એક મોટરસાયકલ ચોરી કરેલ અને તેની નંબર પ્લેટ કાઢી પોતાના ઘરે રાખેલ હોવાની કબુલાત આપતો હોય, જેથી તે બીજુ મોટરસાયકલ કબ્જે કરેલ આમ ચોરીના મોબાઇલ ફોન તથા મોટરસાઇકલ અંગે ઇસમની પુછપરછ કરી બીલ માંગતા તેની પાસે બીલ ન હોવાનું જણાવેલ અને કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય અને ઇસમ પાસેથી મળી આવેલ મુદામાલ તેને છળકપટ કે ચોરીથી મેળવેલ હોવાનું જણાતા ઇસમ પાસેથી મુદામાલ B.N.S.S-૨૦૨૩ ની કલમ-૧૦૬ મુજબ તપાસ અર્થે શક પડતી મિલ્કત ગણી કબ્જે કરી તેમજ ઇસમને B.N.S.S-૨૦૨૩ ની કલમ-૩૫(૧)(ઇ) મુજબ ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. હાર્દીકભાઇ ઉર્ફે જાડો ઊર્ફે કરણ ગોપાલભાઈ ઝાલા જાતે-વાલ્મીકી ઉ.૨૧ રહે.અવધ સોસાયટી શેરીનં.૫ છત્રપતી શીવાજી ટાઉનશીપની આગળ રેલનગર રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.