Gujarat

રાજકોટ આઇસશર ટ્રકમાં FRC ના પતરાની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ આઇસશર ટ્રકમાં FRC ના પતરાની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ શહેર તા.૧/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કુલદીપસિંહ જાડેજા તથા વિજયભાઈ મેતા તથા યુવરાજસિંહ રાણા નાઓને મળેલ સયુંકત હકીકત આધારે કૈલાશ ઇન્ડસ્ટ્રીઝ એરીયા ૮૦ ફુટ રોડ સ્વાતી પાર્ક મેઇન રોડ કાબા એકસપ્રેસ ટ્રાન્સપોર્ટની સામેથી આઇસશર ટ્રકમાં FRC ના પતરાની આડમાં લાવવામાં આવેલ ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૨૭૮૪ ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. આશીષભાઇ રમણીકભાઇ હીંગરાજીયા ઉ.૪૨ રહે.ભવ્ય એપાર્ટમેન્ટ એ-વીંગ ચોથો માળ બ્લોક નં.૪૦૧ સૌરાષ્ટ્ર હોટલ પાછળ ગોંડલ રોડ રાજકોટ. આઇશર બ્રાઉન કલરનું રજી.નં.GJ-03-BW-3251 કિ.રૂા.૧૦,૦૦,૦૦૦ કુલ બોટલ નંગ-૨૭૮૪ કિ.રૂા.૬,૫૨,૪૧૬ મળી કુલ કિ.રૂા.૧૫,૫૭,૪૧૬ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250701-WA0071.jpg