Gujarat

લઘુ ઉદ્યોગ ભારતીના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ તરીકે સતત બીજી ટર્મમાં દિનેશભાઈ ડાંગરિયા ની વરણી

સમગ્ર ભારતમાં અખિલ ભારતીય સ્તરે ચાલતા લઘુ ઉદ્યોગ ભારતીના સૌરાષ્ટ્ર પ્રાંતમાં દર બે વર્ષે અલગ અલગ હોદ્દેદારની વરણી કરવામાં આવતી હોય છે. જેમાં છેલ્લા બે વર્ષથી જામનગરના ઉદ્યોગ ક્ષેત્રે સંગઠન સાથે ઉદ્યોગકારોના પ્રશ્નને વાંચા આપતા દિનેશભાઈ ડાંગરિયા પ્રમુખ પદે કાર્યરત તથા જેને ફરીથી વર્ષ 2025 થી 2027 માટે અમદાવાદ ખાતે અખિલ ભારતીય બેઠકમાં સર્વનુંમતે વરણી કરવામાં આવી છે.

જામનગરના જીઆઇડીસી ફેસ ટુ અને થ્રી ના ઔદ્યોગિક એકમના એસોસિયેશન તરીકે કાર્યરત જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન ફેસ ટુ-થ્રીના છેલ્લા ઘણા વર્ષોથી પ્રમુખ પદે રહેલા દિનેશભાઈ ડાંગરિયા અલગ અલગ સંસ્થાઓમાં પોતાની સેવા આપી રહ્યા છે તેઓ અમદાવાદ સ્થિત સરદાર ધામ સંસ્થાના ટ્રસ્ટી અને સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના ડાયરેક્ટર તરીકે પણ સેવા આપી રહ્યા છે.

તેઓને લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ બનાવ્યા બાદ સૌરાષ્ટ્ર ભરમાં સંગઠનમાં કુશળતાના કારણે સંગઠન મજબૂત બન્યું છે જેને લઇને આવનારા સમયમાં ઉદ્યોગકારોની જરૂરિયાત અને તેમના પ્રશ્નોને વાચા આપવા માટે વધુ એક તક દિનેશભાઈ ડાંગરિયા ને આપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેને અખિલ ભારતીય બેઠક દરમિયાન તમામ ઉપસ્થિતોએ સર્વનુમતે અનુમતિ આપતા સતત બીજી ટર્મમાં દિનેશભાઈ ડાંગરિયા ને લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થાના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

આ દરમિયાન જામનગર જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ પદે જયેશભાઈ સંઘાણીની વરણી કરવામાં આવી હતી. જેથી બન્ને પ્રમુખ પદે વરાતા મિત્રો શુભેચ્છકો અને ઉદ્યોગકારો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.