Gujarat

શ્યામ મહિલા મંડળ – જુનાગઢ દ્વારા ઈગલ એસ્ટેટ ગણપતિ મંદિર ખાતે વિવિધ પ્રકારના ૫૦૦ રોપાઓ નું વિતરણ કરવામાં આવ્યું

શ્યામ મહિલા મંડળ – જુનાગઢ દ્વારા ઈગલ એસ્ટેટ ગણપતિ મંદિર ખાતે વિવિધ પ્રકારના ૫૦૦ રોપાઓ નું વિતરણ કરવામાં આવ્યું

તા. ૧-૭-૨૫ ને મંગળવાર ના રોજ જુનાગઢ ના ઈગલ એસ્ટેટ ગણપતિ મંદિર ખાતે શ્યામ મહિલા મંડળ ની માસિક મીટિંગ નું આયોજન કરવામાં આવેલ હતું સાથે સાથે વરસાદ ની મૌસમ હોય વન ખાતા દ્વારા વિવિધ પ્રકારની વનસ્પતિ ઓ ના રોપાઓ નું વિતરણ કરવામાં આવે છે, જે વનખાતા પાસે થી મેળવી વિવિધ પ્રકારના ૫૦૦ રોપાઓ નું ગણપતિ મંદિર ખાતે નિશુલ્ક વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ, મંદિરે દર્શન કરવા આવતા દશૅનાથીઓ અને મહિલા મંડળ ની બહેનો ને આ રોપાઓ નું વિતરણ કરવામાં આવ્યું
રોપાઓ ના વિતરણ આ કાર્યક્રમ સ્વ. શશીકાંતભાઈ ચૌહાણ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા નિમિત્તે રાખવામાં આવેલ હોય મહિલા મંડળ ની મિટિંગ હતી જેમાં કડિયા સમાજના ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ ચૌહાણના મોટાભાઈ તેમજ શ્યામ મહિલા મંડળના ઉપપ્રમુખ શ્રીમતી મીનાબેન ચૌહાણના જેઠ એવા સ્વ. શશીકાંતભાઈ ચૌહાણ ને બે મિનિટનો મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી ઈગલ એસ્ટેટ ના માલિક પ્રકાશભાઈ ચૌહાણે પરિવાર સાથે હાજરી આપી હતી, મિટિંગ માં આગળ ના કાયૅકમ અંગે ની પણ ચચૉ વિચારણા કરી આગામી સમયમાં વિવિધ ત્રણ કાર્યક્રમ કરવા નક્કી કરવામાં આવેલ .
મહિલા મંડળ ની પ્રવૃતિઓ અંગે શ્રી પ્રકાશભાઈ ચૌહાણે મહિલા મંડળની મહિલા ઉપયોગી પ્રવૃત્તિઓ કરવા બદલ અભિનંદન પાઠવેલ અને આજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવા બદલ ચૌહાણ પરિવાર વતી આભાર વ્યક્ત કરેલ
મહિલા મંડળ ના પ્રમુખ શ્રી મીનાબેન ગોહેલ આધુનિક જાપાનીઝ ટેકનોલોજી મશીન દ્વારા શરીરના 41 પ્રકારના રિપોર્ટ માત્ર રૂપિયા 199 માં કરવામાં આવે છે તેના વિશે માહિતી આપે આ કાર્યક્રમ ભવિષ્યમાં કરવા જણાવેલ સાથે શ્યામ મહિલા મંડળની દરેક સભ્ય બહેનોને નવા બે મેમ્બર બનાવવા અપીલ કરવામાં આવેલ જેથી આપણા સમાજની દરેક બહેનોને વિશેષ લાભો મળે…. શ્રી કિશોરભાઈ ચોટલીયા દ્વારા વંદે ભારત ટ્રેનની યાદગાર મુસાફરી વિશેની માહિતી આપી હતી.શ્રી ભરતભાઇ ભાલીયા એ મંડળની વહીવટી માહિતી આપી દરેક બહેનો નવા કાર્યક્રમોમાં સક્રિય રીતે ભાગ લે તેવી અપીલ કરવામાં આવેલ અને કંચનબેન ચૌહાણે બહેનોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા આહવાન કરેલ .
ઉપરોક્ત કાર્યક્રમનો સંચાલન કિશોરભાઇ ચોટલીયા દ્વારા તેમજ આભાર વિધિ શ્રીમતી મીનાબેન પ્રકાશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ હતી.
કાયૅકમમા મહિલા મંડળ ના પ્રમુખ શ્રી મીનાબેન ગોહેલ, મીનાબેન ચૌહાણ, રંજનબેન મોરવાડીયા, અરૂણાબેન ભાલીયા, છાયાબેન ચોટલીયા, કંચનબેન ચૌહાણ, દક્ષાબેન પરમાર, પારૂલબેન જેઠવા, ભાવનાબેન ચાવડા હંસાબેન ચોટલીયા, સરલાબેન જાદવ, સંધ્યાબેન રાઠોડ, લીલાબેન કાચા, દક્ષાબેન પરમાર,વગેરે બહેનો ઉપસ્થિત રહેલ.
કાયૅકમને સફળ બનાવવા શ્રી કિશોરભાઈ ચોટલીયા અને શ્રી ભરતભાઇ ભાલીયા એ જહેમત ઉઠાવેલ.
પ્રમુખશ્રી મીનાબેન ધીરુભાઈ ગોહેલ
મંત્રી શ્રીમતી અરુણાબેન ભાલીયા
કન્વીનર શ્રી કિશોરભાઈ ચોટલીયા

IMG-20250702-WA0118-3.jpg IMG-20250702-WA0119-2.jpg IMG-20250702-WA0120-1.jpg IMG-20250702-WA0121-0.jpg