રાજકોટ ક્રિષ્ના વોટર પાર્ક સામેથી ફોરવ્હીલ કારમાથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર તા.૩/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહિ/જુગારના કેશો શોધી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ એ.એસ.ગરચર નાઓની ટીમ ના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અનીલભાઈ સોનારા તથા ધર્મરાજસિંહ રાણા તથા હરપાલસિંહ જાડેજાને મળેલ સંયુકત બાતમી આધારે રાજકોટ-અમદાવાદ હાઈ-વે ક્રિષ્ના વોટર પાર્ક સામે રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે બે ઈસમો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) મોહનલાલ કિશનલાલ પુનીયા જાતે.બીશ્નોઈ ઉ.૨૫ રહે.કુંડકી તા-છીતલવાના જી-જાલોર રાજસ્થાન (૨) મુકેશકુમાર મયંગારામ આલ જાતે.રબારી ઉ.૨૫ રહે-જેરોલ તા-સાંચોર થાના કરડા જી-જાલોર રાજસ્થાન. જોની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી બોટલ નંગ.૨૭૬ કિ.રૂ.૮,૫૨,૮૪૦. જોની વોકર બ્લોન્ડ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી બોટલ નંગ.૯૬ કિ.રૂ.૨,૯૬,૬૪૦. જે એન્ડ બી રેર બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી બોટલ નંગ.૧૨ કિ.રૂ.૩૭,૦૮૦. સફેદ કલરની મરસીડીજ બેન્જ ફોરવ્હીલ કાર રજી નં-UK-04-R-9744 જેની કિ.રૂ.૨૫,૦૦,૦૦૦ એમ કુલ રૂપિયા.૩૬,૮૬,૫૬૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય. પ્રોહી કલમ-૬૫(ઈ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબનો ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.