International

ચીનમાં ડેલ્ટાનો સબ-કેટેગરી એવાય.૪ના ૧૩૮ કેસ નોંધાયા

ચીન
કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ચીન ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યું છે. ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અધિકારી ઝુ વેન્બોએ મંગળવારે એક ન્યૂઝ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ચીનમાં ઓમિક્રોન વેરિઅન્ટ્‌સથી થતા કોઈ ચેપ જાેવા મળ્યા નથી. કેસોમાં તાજેતરના વધારા વિશે વાત કરીએ તો, ઇનર મંગોલિયામાં ચેપ ઝડપથી વધ્યો છે. મધ્ય ઓક્ટોબર અને મધ્ય નવેમ્બર વચ્ચે ચીનમાં ડેલ્ટા વેરિઅન્ટના રેકોર્ડ કેસ નોંધાયા છે. ચીનની અડધાથી વધુ વસ્તીનું કોવિડ રસીકરણ પૂર્ણ થઈ ગયું છે. સરકાર બૂસ્ટર ડોઝ લાગુ કરવાનું પણ વિચારી રહી છે. એવા પણ અહેવાલ છે કે સરકાર કોરોના સંક્રમિત લોકોના પાલતુ પ્રાણીઓને મારી નાખવામાં આવી રહ્યા છે. ઘણા લોકો આ અંગે ઓનલાઈન ફરિયાદ કરી રહ્યા છે.તાજેતરમાં, ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં કોવિડ-૧૯ના ૧૩૮ કેસ નોંધાયા છે અને તે બધા કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટની સબકૅટેગરી છરૂ.૪ થી સંક્રમિત છે. આને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ પૂર્વ પ્રાંતમાં લાખો લોકોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સમાચાર એજન્સી સિન્હુઆએ રવિવારે એક સમાચારમાં જણાવ્યું કે ૫ થી ૧૨ ડિસેમ્બરની વચ્ચે ઝેજિયાંગ પ્રાંતમાં કોવિડ-૧૯ના ૧૩૮ કેસ નોંધાયા છે. પ્રાંતીય મુખ્યાલય હાંગઝોઉ તરફથી રવિવારે એક સમાચાર અહેવાલમાં જણાવાયું છે કે ઝેજિયાંગમાં નોંધાયેલા ૧૩૮ કેસમાંથી ૧૧ નિંગબોમાં, ૭૭ શાઓક્સિંગમાં અને ૧૭ પ્રાંતીય રાજધાની હાંગઝોઉમાં નોંધાયા છે. સમાચારમાં રોગ નિયંત્રણ અને નિવારણ માટે ઝેજિયાંગ પ્રાંતીય કેન્દ્રના એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ અને વિશ્લેષણ પછી જાણવા મળ્યું છે કે તે બધા કોરોનાવાયરસના ડેલ્ટા વેરિઅન્ટની સબકૅટેગરી છરૂ.૪ થી સંક્રમિત છે. તેને મૂળ કોરોનાવાયરસ કરતાં વધુ ચેપી અને ઉચ્ચ વાયરલ લોડ સાથે વર્ણવવામાં આવ્યું છે. સાવચેતીના પગલાં લેતા સ્થાનિક અધિકારીઓએ જાહેર સભાઓ અને મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રાંતની વસ્તી લગભગ ૬.૪૬ કરોડ છે. ચીનમાં કોરોનાના અત્યાર સુધીમાં ૯૯,૭૮૦ કેસ નોંધાયા છે અને ચેપને કારણે ૪,૬૩૬ લોકોના મોત થયા છે.

Omicron-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *