જુનાગઢના વિસાવદરમાં પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાને ખોટા કેસમાં ફસાવવા બાબતે કોંગ્રેસ પાર્ટી એ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
જૂનાગઢ લોકસભાના કોંગ્રેસ ના ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને અઢારે વરણ ને સાથે રાખીને ચાલનારા નાત – જાત જોયા વગર દરેક સમાજને ઉપયોગી થતા એવા ભામાશા હીરાભાઈ જોટવાના સમર્થનમાં આજે અઢારેય વરણના પ્રમુખ આગેવાનો સાથે મળીને વિસાવદર મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપ્યું કે આ ભાજપ સરકારની મેલી મુરાદ ના સડયત્રના ભાગરૂપે હીરાભાઈ જોટવાની ભ્રષ્ટાચાર માં ક્યાંય પણ આંડોવાણી ના હોય તેવા કેસમાં, જ્યાં ઓનરેકોર્ડ ક્યાં પણ સીધા ભ્રષ્ટાચારમાં સામેલ પણ ન હોય એવા કેસમાં ફીટ કરી અને સતત તેના બંને દીકરા અને હીરાભાઈ ને સકના આધારે પોલીસ પૂછપરછ કરી અને નજરકેદ કરેલ છે, તો પોલીસ તંત્રને પણ મારી વિનંતી છે કે આ ભ્રષ્ટ ભાજપ સરકારનો હાથો ન બનતા જરૂરી તપાસ કરી અને તાત્કાલિક હીરાભાઈ અને તેમના બંને દીકરા ને મુક્ત કરે તેવી વિનંતી છે… નહિતર આવનારા સમય માં જુનાગઢ જિલ્લામાં અઢારેય વરણના આગેવાનો સાથે મળીને દરેક તાલુકા માથકે આવેદનપત્ર આપશે અને ઉગ્ર આંદોલન કરવામાં કઈ પાછી પાની પણ નહીં કરે તેવી સરકારશ્રીને અને વહીવટી તંત્રને ચેતવણી સાથે વિનંતી કરે છે…
રિપોર્ટર મહેશ કથીરિયા


