લાઠી માં મતીરાળા આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન વય વંદના કેમ્પ નું આયોજન
લાઠી આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મતીરાળા ખાતે આયુષ્માન ભારત અંતર્ગત આયુષ્માન વય વંદના કેમ્પ યોજાયેલ હતો. જેમાં લાઠી તાલુકા ભાજપ પ્રમુખ પરેશભાઈ કનાળા ની ઉપસ્થિતી માં ૭૦ વર્ષ થી વધુ ઉંમર ના લોકો ને સ્થળ પર જ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવેલ હતા તથા પ્રમુખ શ્રી તરફ થી કાર્ડ કાઢવાના બાકી હોય તેવા વડીલો ને વહેલી તકે કાર્ડ કાઢવા માટે અનુરોધ કરેલ, તેમજ મતીરાળા ગામે સરકાર શ્રી દ્વારા આપેલ 108 એમ્બ્યુલ્સ ની મુલાકાત લીધેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ યોજેલ આ વય વંદના કેમ્પ માં ડો. સાગર પરવાડીયા સાહેબ તેમજ તેમના સ્ટાફે જે વડીલો કેમ્પ માં આવી નથી શકતા તેવા લાભાર્થી ને ઘર સુધી જઈ ને આયુષ્માન વય ના કાર્ડ બનાવી આપેલ હતા.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા




