Gujarat

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ -૨૦૨૫ ની ઉષ્માભેર ઉજવણી

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ -૨૦૨૫ ની ઉષ્માભેર ઉજવણી

સાવરકુંડલા દર્દીઓને જીવન આપનારા, દુખમાં આશા આપી હંમેશા માનવસેવા માટે સમર્પિત રહેતા તબીબોનો આ દિવસ વિશેષ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો.કાર્યક્રમની શરૂઆત અહીંના નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ શ્રી જસ્મિનભાઈ રાઠોડના ભાવનાસભર સ્વાગતીય શબ્દો સાથે થઈ, જેઓએ તબીબી ક્ષેત્રની મહાનતા અને ડોક્ટરોની નિમિષ્ટ સેવાભાવના વિશે ખૂબ સુંદર શબ્દોમાં અભિવ્યક્તિ આપી, ત્યારબાદ સૌ ડોક્ટરોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી જીવનમાં પ્રકાશ ફેલાવવાના સંકલ્પ સાથે કાર્યક્રમને શોભાયમાન કરવામાં આવ્યો. દીપ પ્રાગટ્ય બાદ સૌએ મળીને શાંત અને આશીર્વાદમય પ્રાર્થનાનું “ઇતની શક્તિ હમે દેના દાતા” નું ગાયન કર્યું , જેમાં ભગવાન ધનવંતરી પાસે વધારે સારા આરોગ્ય અને સેવા ભાવના માં વૃધ્ધિ થાય એવા આશીર્વાદ માટે પ્રાર્થના કરવામાં આવી. કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ તરીકે અહીંના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પ્રકાશ કટારિયા સાહેબએ આ દિવસની તમામ ડોક્ટરોને શુભેચ્છાઑ આપી, તેમણે પોતાના જીવનઅનુભવો અને તબીબી વ્યવસાયની જવાબદારી તથા માનવસેવા અંગે વાત કરી, સાથે સાથે આરોગ્ય મંદિરના તમામ ડોક્ટર શ્રીની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રોત્સાહિત કર્યા, જે દરેકના હ્રદયને સ્પર્શી ગઈ.
ત્યાર બાદ હોસ્ટપિટલના તબીબોએ પણ પોતાના અનુભવો અને યાદગાર પળો સૌ સાથે વહેંચી.અંતે બધા ડોક્ટરોના વરદ હસ્તે કેક કટિંગ નું આયોજન કરવામાં આવ્યું.આ દિવસ સૌ માટે યાદગાર રહ્યો અને તબીબી જીવનમાં પ્રેમ, સન્માન અને એકતાની લાગણી વધુ મજબૂત થઈ. રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250703-WA0143-2.jpg IMG-20250703-WA0145-0.jpg IMG-20250703-WA0144-1.jpg