Delhi

સીબીએસઈ ધો.૧૦ના અંગ્રેજીના પેપરમાંથી વિવાદિત પ્રશ્ન દૂર કરાયા

ન્યુદિલ્હી,
સીબીએસઈ ધોરણ ૧૦ના ટર્મ ૧ના અંગ્રેજી પ્રશ્નપત્રના એક ફકરામાં લિંગ-આધારિત રૂઢિચુસ્તતાને પ્રોત્સાહન આપવા અને મહિલાઓનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકસભાના ઝીરો અવરમાં આ પ્રશ્નને મહિલાઓ માટે અપમાનજનક ગણાવ્યો હતો. આ માટે ઝ્રમ્જીઈ પાસેથી માફી માગવાની પણ માગ કરી છે.અંગ્રેજી ભાષાના પેપરમાં પુછાયેલા પ્રશ્નના વિદ્યાર્થીને સંપૂર્ણ ગુણ આપવામાં આવશે. ઝ્રમ્જીઈ ધોરણ ૧૦ ની ટર્મ ૧ ની પરીક્ષામાં હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓને આનો સંપૂર્ણ લાભ મળશે.સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ ૧૦મા ધોરણના અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રમાંથી વિવાદાસ્પદ પ્રશ્ન દૂર કર્યો છે. ઝ્રમ્જીઈ બોર્ડે જણાવ્યું છે કે આ પ્રશ્ન માટે તમામ વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્કસ આપવામાં આવશે. આ સંદર્ભમાં બોર્ડે તેની વેબસાઇટ ષ્ઠહ્વજી.ર્ખ્તદૃ.ૈહ પર નોટિસ જાહેર કરી છે. ઝ્રમ્જીઈના આ ર્નિણયથી કોઈ વિદ્યાર્થીને નુકસાન નહીં થાય, પરંતુ તેમના માટે રાહતના સમાચાર છે. બોર્ડ હવે તે પ્રશ્ન માટે તમામ વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્કસ આપશે. તમે નીચે આપેલ લિંક પરથી બોર્ડની સત્તાવાર સૂચના જાેઈ શકો છો. એ તેની નોટિસમાં કહ્યું છે કે ‘ધોરણ ૧૦ ની ટર્મ ૧ પરીક્ષા ૨૦૨૧ ના અંગ્રેજી ભાષા અને સાહિત્યના પ્રશ્નપત્રના પેસેજનો સેટ બોર્ડની માર્ગદર્શિકા મુજબ નથી. આ અંગે મળેલા ફીડબેકના આધારે બોર્ડે આ બાબતને સમીક્ષા માટે વિષય નિષ્ણાતોને મોકલી હતી. તેમની ભલામણના આધારે, પેસેજ નંબર ૧ અને તેને લગતા પ્રશ્નોને પડતો મૂકવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું છે કે ધોરણ ૧૦ના અંગ્રેજી પ્રશ્નપત્ર શ્રેણી ત્નજીદ્ભ/૧માં પેસેજ નંબર ૧નો પ્રશ્ન દૂર કરવામાં આવી રહ્યો છે. પરંતુ પરીક્ષા અને મૂલ્યાંકનમાં સમાનતા જાળવવા માટે, વિદ્યાર્થીઓને તમામ સેટ માટે પાસ નંબર ૧ માટે સંપૂર્ણ માર્કસ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *