કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છના મોટાભાગના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
જિલ્લા મથક ભુજમાં બપોરે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. આ દરમિયાન રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.
માનકુવા, સુખપર, મીરજાપર, વડજર અને માધાપર સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ થયો છે.

મુન્દ્રા તાલુકામાં દેશલપર કંઠી, ગુંદાલા, ભુજપુર અને નાની ખાખર વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
અબડાસા તાલુકામાં અરજણપર અને મોથાડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને નખત્રાણા તાલુકાના ઉખેડા પંથકમાં ભારે વરસાદ નોંધાયો છે. આડેસર અને ભીમાસર સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ થયો છે.
વરસાદના કારણે શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
