National

પાકિસ્તાનથી એલઓસી પર કરનારી મહિલાને ઠાર કરાઈ

પાકિસ્તાન
પોલીસ લોકોની સુરક્ષા અને આતંકવાદ વિરોધી કામગીરીમાં સેના અને અર્ધલશ્કરી દળો સાથે સંકલનમાં રહીને કામ કરે છે. જેના કારણે આતંકવાદીઓ પોલીસને નિશાન બનાવવાની કોશિશ કરતા રહે છે. બાંદીપોરા હુમલા અંગે તેમણે કહ્યું કે હુમલા સાથે જાેડાયેલા કેટલાક સગડ મળ્યા છે, જેના પર પોલીસ કામ કરી રહી છે. ટૂંક સમયમાં હુમલાખોરોનો અંત લાવવામાં આવશે. ઉત્તર કાશ્મીરમાં કેટલા આતંકવાદીઓ કાર્યરત છે તેવા સવાલના જવાબમાં ડીજીપીએ કહ્યું કે ઉત્તર કાશ્મીરમાં આતંકવાદીઓની સંખ્યા વધારે નથી. ડીજીપીએ કહ્યું કે ઉત્તર કાશ્મીરમાં સતત ઓપરેશન ચાલી રહ્યું છે.આરએસપુરા વિસ્તારમાં સેનાએ એક મહિલા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર મારી છે. આ સાથે જ આરએસપુરા વિસ્તારમાં સૈન્યે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરહદ પારથી કેટલાક લોકોએ ભારતીય વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા સૈનિકોએ શંકાસ્પદ હિલચાલ નજરે પડતા, તેમને ચેતવણી આપી હતી. પરંતુ ઘુસણખોરોએ તેની અવગણના કરી હતી. જ્યારે ઘૂસણખોરો ભારતીય વિસ્તારમાં પહોંચ્યા તો સૈનિકોએ તેમને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ ભાગવા લાગ્યા. દરમિયાન ગોળી વાગવાથી એકનું મોત થયું હતું. સર્ચ ઓપરેશન પછી જાણવા મળ્યું કે ઘુસણખોરી કરતા ગોળીથી ઠાર થયેલ એક મહિલા હતી. એજન્સીઓ આ અંગે તપાસ કરી રહી છે. બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું કે આરએસપુરા સેક્ટરમાં એક મહિલા પાકિસ્તાની ઘૂસણખોરીને ઠાર કરવામાં આવી છે. બીએસએફના જવાનોએ શંકાસ્પદ હિલચાલ બાદ ઘૂસણખોરને ઘણી વખત ભારતીય સરહદ પાર ના કરવા ચેતવણી આપી હતી, પરંતુ તેમણે ફેન્સીંગ તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું. સૈન્યે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યુ છે. પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે કહ્યું કે કેટલાક આતંકવાદીઓ ઘૂસણખોરી કરવામાં સફળ થયા છે. તેમની શોધ કરીને ટૂંક સમયમાં કાશ્મીરમાં ઠાર મારવામાં આવશે. ડ્ઢય્ઁ દિલબાગ સિંહ શનિવારે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા બે પોલીસ કર્મચારીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા શનિવારે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *