રાજકોટ મહોરમના તહેવાર નિમિત્તે તાજિયાના જુલૂસ માટે પ અને ૬ જુલાઈએ નિર્ધારિત કરાયેલ વાહન વ્યવસ્થા.
રાજકોટ શહેર તા.૪/૭/૨૦૨૫ ના રોજ આગામી તાજીયા મહોરમના તહેવાર તેમજ જૂલુસ વખતે રાજકોટમાં કાયદો-વ્યવસ્થાનું નિયમન અને ટ્રાફિક સંચાલન સરળતાથી થઈ શકે તે માટે, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ નીચે મુજબ રસ્તાઓ બંધ કરવા આદેશો જારી કર્યા છે. ૮૦ ફુટ સોરઠીયા-વે બ્રીજથી જીલ્લા ગાર્ડન ચોક, રામનાથપરા મે.રોડ, ગરુડ ગરબી ચોકથી વિરાણી વાડી કોઠારીયા નાકા પોલીસ ચોકી સુધી તેમજ ભાવનગર રોડ પાંજળાપોળ ટી ચોકથી ગરૂડ ગરબી ચોક અને ગઢવીરાંગ ભીચરીનાકાથી ગરુડ ગરબી ચોક સુધી તમામ વાહનો માટે પ્રવેશ-બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવે છે. કોઠારીયા નાકા પોલીસ ચોકીથી પેલેસ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકીથી કેનાલ રોડ જીલ્લા ગાર્ડન ચોક સુધી અને દરબારગઢ થી સોની બજાર રોડ, કોઠારીયા પોલીસ ચોકી સુધી તથા ગુજરી બજાર એ-વન હોટલ ચોકથી કોઠારીયા પોલીસ ચોકી સુધી, ભુપેન્દ્ર રોડ દિવાન પરા પોલીસ ચોકીથી પેલેસ રોડ ને મળે ત્યાં સુધી ભુપેન્દ્રરોડ/પેલેસ રોડ ટી પોઇન્ટ સુધી તેમજ ચુનારાવાડ બેઠા પુલના ખુણેથી રામનાથપરા પોલીસ લાઈનના ઝાપા સુધી તમામ વાહનો માટે પ્રવેશ-બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવે છે. ઉપરાંત, રૈયા ચોકડીથી આમ્રપાલી અંડર બ્રીજ સુધી તથા કિશાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, ભીલવાસ ચોક, મોટી ટાકી ચોક, લીંમડા ચોક, એસ.બી.આઈ. ચોક, જયુબેલી ચોક, હરીહર ચોક સદર પોલીસ ચોકીથી, સદર બજાર ફુલછાબ ચોક સુધીના રોડ ઉપર તાજીયાઓના પસાર થવાના સમયે તમામ વાહનો માટે પ્રવેશ-બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવે છે. અને મહીલા અંડર બ્રીજથી કિશનપરા ચોક સુધી ઉપર તાજીયાઓના પસાર થવાના સમયે તમામ વાહનો માટે પ્રવેશ-બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવે છે અને તમામ વાહનો ટાગોર રોડથી જઈ શકશે. અરવિંદભાઇ મણીયાર હોલ થી જ્યુબિલી ચોક સુધી તાજીયાઓના પસાર થવાના સમયે તમામ વાહનો માટે પ્રવેશ-બંધ જાહેર કરવામાં આવે છે. આમ, ઉપર મુજબના રસ્તાઓ તા.૫/૭/૨૫ ના રોજ રાત્રે ૮ વાગ્યાથી તા.૬/૭/૨૫ ના ૫.૦૦ કલાક તથા તા.૬/૭/૨૫ ના બપોરના ૧૨.૦૦ કલાકથી રાત્રે ૧૨.૦૦ કલાક સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે અને પાર્કિંગ માટે પ્રતિબંધિત કરવામાં આવે છે. તેમજ સદર બજારમાં જરૂરીયાત મુજબ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.