Gujarat

નિશાન ચૂક માફ માફ નહીં નીચું નિશાન ઉચ્ચ લક્ષ”

“નિશાન ચૂક માફ માફ નહીં નીચું નિશાન ઉચ્ચ લક્ષ” લાઠી તાલુકા ના વિરપુર ના વતની કોઠીયા પરિવાર ના પૌત્ર રત્ન એ રશિયા મેડીકલ યુનિવર્સિટી માથી તબીબી ડીગ્રી હાંસલ કરી

લાઠી સૌરાષ્ટ્ર ના અમરેલી જિલ્લા ના લાઠી તાલુકા ના વિરપુર ના વતની અને હાલ સુરત ખાતે રહેતા ધનજીભાઈ કોઠીયા ના પુત્ર હિંમતભાઈ ધનજીભાઈ ના પુત્ર ઋષિકેશ હિંમતભાઈ એ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સુરત ખાતે લીધુ ઋષિકેશ ના દાદા ધનજીભાઈ (ઘનાઆતા) જેઓ ને ટૂંકી અને સૂકી ખેતી ના કારણે દીકરાઓ ને ચાલુ અભ્યાસ એ સુરત મા નોકરી ધંધા અર્થે મોકલ્યા ત્રીજા નંબરના પુત્ર હિંમતભાઈ તથા બધા જ ભાઈ ઓ સુરત મા રહી તમામ દીકરા દીકરીઓ ને ગ્રેજ્યુએશન પૂરું કરાવી ડોક્ટર એન્જિનિયર સરકારી નોકરીયાત તેમજ ધંધા મા સંકળાયેલા છે.હિંમતભાઈ પોતે ખૂબ જ મહેનતુ અને ઉચ્ચ વિચાર વાળા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા પત્ની રૂપલબેન પણ ગૃહ ઉદ્યોગ કરતા મોટા પુત્ર અમીનેશભાઈ જે બાયોમેડિકલ એન્જિનિયર છે.સુરત ખાતે મેડિકલ ઇક્યુમેન્ટ ની આલ્ફામેડી ટેક ,આલ્ફા એક્ઝિમ વ્યવસાય જોડાઈ ને ખૂબ જ મહેનત કરી નાનાભાઈ ઋષિકેશને ઉચ્ચ અભ્યાસ ખાસ તબીબી અભ્યાસ અર્થે વિદેશ રસિયા મોકલ્યા ભારત મા તબીબી શિક્ષણ ખૂબ જ મોંઘુ હોય તેનાથી વિશેષ વિદેશ મા તબીબી ક્ષેત્રે વધુ ફી થતી હોય છે હિમંતભાઈ અને મોટા પુત્ર અમીનેશભાઈ એ ઋષિકેશ રશિયા ના ઉફા મોકલ્યા ઉફા રશીયા જઈ ને બસકીર મેડિકલ યુનિવર્સિટી માં એડમિશન લઈ સાથે ખૂબ જ સંઘર્ષ કરી કબીબી ક્ષેત્રે ડીગ્રી પ્રાપ્ત કરી એ વીરપુર ગામ કે કોઠીયા પરિવાર નું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્ય ભારત દેશ નું ગૌરવ વધાર્યું છે પરિવારે એ ઋષિકેશ પ્રત્યે વિશ્વાસ મૂકી આશા રાખી ઋષિકેશ ની મહેનત વડીલો ના આશીર્વાદ થી ખૂબ જ સરસ પરિણામ મેળવું પરિવાર ના ઉચ્ચ સંસ્કાર મળેલા છે જીવન મા પૈસા નું મહત્વ છે તે સૌ કોઈ જાણે છે પણ સેવા પરમો ધર્મ આ વાત પણ સત્ય છે.પરિવાર નો સાથ સહકાર પરિવાર નો અને રાષ્ટ્ર પ્રત્યે નો પ્રેમ એ જીવન ની સાચી મૂડી હોય એવા સંસ્કાર એમને મળેલા છે નિશાન ચૂક માફ માફ નહીં નીચું નિશાન ઉચ્ચ લક્ષ સાથે ઋષિકેશે સપના પૂરા કરવા આમ હામ ધરી હતી વડીલો ના કુળદેવી માતા ના આશીર્વાદ થી રુષીકેશ એ સંઘર્ષ બાદ ડિગ્રી એનાયત કરી.તે ખુબ જ ગૌરવવંતુ કહેવાય તેમ દિનેશભાઈ જોગાણી એ જણાવ્યું હતું. રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250704-WA0102-1.jpg IMG-20250704-WA0099-0.jpg