Gujarat

રેલવે મિલકત ચોરીના 5 કેસમાં ફરાર બે સગા ભાઈઓની ધરપકડ, 17 ગુનામાં સંડોવણી

ગોધરા રેલવે પોલીસે સિગ્નલ ફળિયા વિસ્તારમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સલીમ શેખના પુત્રો હુસૈન અને હસન (બંને 25 વર્ષ) છે. બંને આરોપીઓ સામે કુલ 16 પકડ વોરંટ હતા.

આરોપીઓ રેલવે મિલકતની ચોરીના 5 કેસમાં ફરાર હતા. તેમની વિરુદ્ધ ગોધરા રેલવે પોલીસ મથકમાં 15થી વધુ ગુના નોંધાયેલા છે.

એક-એક ગુનો મેઘનગર અને આણંદ પોલીસ મથકમાં નોંધાયેલો છે. ખરસાલિયામાં રેલ ગાડીમાં થયેલી લૂંટના કેસમાં પણ તેઓ સંદિગ્ધ છે.

આ કામગીરી Sr. DSC/RPF/વડોદરા અને ઇન્સ્પેક્ટર ગોધરાના માર્ગદર્શન હેઠળ થઈ છે. SIPF અજિત સિંહ યાદવ, SIPF ભૂરસિંહ અને RPF સ્ટાફે આ કામગીરી અંજામ આપી છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.