Gujarat

5 હેડ કોન્સ્ટેબલને ASI અને 11 કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી

જામનગર જિલ્લા પોલીસ દળમાં મોટી સંખ્યામાં બઢતીઓની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા પોલીસવડાએ 5 હેડ કોન્સ્ટેબલોને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) તરીકે બઢતી આપી છે. સાથે જ 11 કોન્સ્ટેબલોને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે.

ASI તરીકે બઢતી પામનારા અધિકારીઓમાં મહિપાલસિંહ મયુરસિંહ જાડેજા,વિરેન્દ્રસિંહ પરબતસિંહ જાડેજા,ધવલગીરી પ્રવિણગીરી ગુંસાઇ, સુરેશગર પ્રતાપગર ગુંસાઇ અને મહેશકુમાર રાજસીભાઇ ડાંગરનો સમાવેશ થાય છે.

હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી મેળવનારા કોન્સ્ટેબલોમાં ચંદ્રેશ છગનભાઇ પરમાર, દેવેન્દ્રસિંહ ગણપતસિંહ જાડેજા, હરદિપસિંહ મંગુભા જાડેજા, દર્શિત જગદિશભાઇ સીસોદીયા, લાલજી ગોબરભાઈ રાતડીયા, જયપાલ ડાયાભાઇ મેર, જતીન દેવદાનભાઈ ગોગરા, અક્વિન મનસુખભાઈ પરમાર, મેઘરાજસિંહ જયદેવસિંહ જાડેજા, જયદિપસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા અને સુમિત હિરાભાઈ શિયારનો સમાવેશ થાય છે.

આ બઢતીઓ ROP-2016ના પે મેટ્રિક્સ લેવલ-4 (ASI માટે) અને લેવલ-3 (હેડ કોન્સ્ટેબલ માટે) મુજબ આપવામાં આવી છે.

બઢતી પામેલા તમામ અધિકારીઓને તેમની હાલની નિમણૂકવાળી જગ્યાએ જ ચાલુ રાખવામાં આવ્યા છે. આ બઢતીઓ કાર્યકારી અને હંગામી ધોરણે આપવામાં આવી છે, જે કોઈપણ નોટિસ વગર પાછી ખેંચી શકાય છે.