Gujarat

રાજકોટ શહેર ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આશરે ૪૦ હજાર રાશન કિટ તૈયાર કરીને જરૂરિયાત મંદ પરિવારોને વિતરણ કરવામાં આવશે.*

*રાજકોટ શહેર ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આશરે ૪૦ હજાર રાશન કિટ તૈયાર કરીને જરૂરિયાત મંદ પરિવારોને વિતરણ કરવામાં આવશે.*

*રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ના રોજ હાલ કોરોના વાઇરસના કારણે લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. પ્રથમ ૨૧ દિવસના લોકડાઉન બાદ વધુ ૧૯ દિવસ ૩ મે સુધી લોકડાઉન લંબાતા નાના ધંધા-રોજગાર અને મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા પરિવારોને વધારે મુશ્કેલીમાં મૂકાવું પડ્યું છે. આવા પરિવારોને મદદ કરવા માટે નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાશન કીટ વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે પરિવારોને રાશન કીટની અત્યંત જરુરિયાત હોય તેવા પરિવારોએ જ આ રાશન કીટનો લાભ લેવો તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. કોઈપણ આપત્તિ સમયે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ હંમેશા રાષ્ટ્રની સેવામાં અગ્રેસર રહ્યું છે. હાલ દેશ અને દુનિયામાં કોરોના રૂપી આપત્તિ આવી પડી છે. ત્યારે અનેક લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. છૂટક મજૂરી અને નાના ધંધા-રોજગાર સાથે સંકળાયેલા પરિવારોની આવક બંધ થઈ જતા પરિવારનું ગુજરાન ચલાવવું પડકાર જનક બન્યું છે. ત્યારે આવા પરિવારો સુધી રાશન કીટ પહોંચાડવામાં આવશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200417-WA0697.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *