Gujarat

ગુંજ ચેરિટેબલ ટ્રસ્ટ ના કેનેડા સ્થિત બહેનો દ્વારા સુરત મગદલ્લા ખાતે ડ્રાયફ્રુટ અને મહેંદી કોન વિતરણ 

ગુંજ ચેરિટેબલ ટ્રસ્ટ ના કેનેડા સ્થિત બહેનો દ્વારા સુરત મગદલ્લા ખાતે ડ્રાયફ્રુટ અને મહેંદી કોન વિતરણ 
———————————- સુરત ગૂંજ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ગ્રુપ દ્વારા તા.૦૬/૦૭/૨૫ નાં રોજ અલુણા નિમિત્તે કેનેડા (સ્થિત) દક્ષાબેન બોરડ અને પરવીનબેન તરફથી બાળાઓને ડ્રાયફ્રુટ અને મહેંદી ના કોન આપવામાં આવ્યા.ગુંજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે મગદલ્લા ઓવારા ના બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે. અભ્યાસ કરાવ્યા બાદ નાસ્તો પણ આપવામાં આવે છે દર રવિવારે નાસ્તા માટે દાતાઓ નો ખુબ મોટો ફાળો હોય છે એ સિવાય જરૂરિયાતમંદ બાળકની ફી ભરવી તેમજ અલગ અલગ સેવાઓ થતી રહે છે ગુંજ ફેમિલીના સભ્યો બાળકોના અભ્યાસ માટે દર રવિવારે અસંખ્ય બાળા ઓને ગુંજ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ગ્રુપ ના સભ્યો દ્વારા સેવા ભાવના રાખી ટ્રસ્ટ ના સભ્યો તન મન ધન અને પોતાઓ કિંમતી સમય આપે છે તેમ દિનેશભાઈ જોગણી લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ની યાદી માં જણાવ્યું હતું રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250706-WA0097.jpg