ચિંતન. બેગલેસ દિવસ સરકારી શિક્ષકોએ પરિણામ લક્ષી શનિવાર પ્રદર્શિત કરવો પડે કેળવણી રત્ન ડૉ. નાનકભાઈ ભટ્ટ. —————————– ભાવનગર બેગલેસ શનિવાર કેળવણી રત્ન ડો નાનકભાઈ ભટ્ટ નું ચિંતન આ જવાબદારી હવે સરકારી શિક્ષકોની છે સેન્ટ્રલી એસી નિશાળો સારી. તેમ વધારે દવા આપે તે ડોક્ટર સારો. આવી ખોટી માન્યતાથી મા બાપો ઘેરાણા છે. ત્યારે. ડોક્ટર નલિન પંડિતે ખપી જવાની તૈયારી બતાવી. અને ગુજરાતના હજારો શિક્ષકોનો સહકાર મળતા ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન અને તેમાંથી બાળકોમાં જીવન મૂલ્ય વિકસાવતો શનિવાર. ગુજરાત ના ભૂલકાઓને મળ્યો છે પરંતુ શનિવારને જીવન મૂલ્યોથી શણગારી શું નહીં તો શિક્ષણને ધંધા તરીકે વિકસાવનાર મિત્રો શનિવારને ભણતર બગાડનાર કહેશે.અને મા બાપ અર્થ હીન..પરિણામે શનિવારે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ઘટશે.
ભુપેન્દ્રસિંહ જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે એક કાર્યક્રમમાં શિક્ષકોને હાથ જોડીને કહેલું કે રાજ્યના કેબિનેટ મિનિસ્ટર તરીકે મારી આપને પ્રાર્થના છે કે ખાનગી શાળાઓ જેટલું તો કામ કરો.શિક્ષણ ક્ષેત્રે વ્યાપેલા ખોટા ખ્યાલોના મૂળમાં શિક્ષકો ની નિષ્ક્રિયતા જવાબદાર છે.રાજ્યના નિષ્ઠાવાન બાળ કેળવણીકારોના આગ્રહે રાજ્યની બ્યુરોક્રેસી એ મુક્ત શનિવાર આપ્યો છે.હવે શનિવારને કૌશલ્ય તાલીમ થી ભરી દઈએ.બાળકમાં જીવન મૂલ્યો રોપવાથી ભરી દઈએ ચિલ્ડ્રન યુનિવર્સિટી પ્રવૃત્તિ અંગે શિક્ષકોનું માર્ગદર્શન કરે. એટલું જ નહીં પણ મુક્ત શનિવારથી બાળકો અને મા બાપો ના વલણ અને આવડતમાં પરિવર્તન ની વાત નું સંકલન કરી મીડિયા સમક્ષ મૂકે.
પ્રશ્ન સમાજના વલણ ને બદલવાનો છે ત્યારે હવે સરકારી શિક્ષકોએ પરિણામ લક્ષી શનિવાર પ્રદર્શિત કરવો પડે ડૉ. નાનકભાઈ ભટ્ટ. રિપોર્ટ નટવરલાલ ભાતિયા
