ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન શ્રી અજય ભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનથી ગુજરાતના ૨૮ જિલ્લા શાખા તથા ૨૭ તાલુકાની રેડ ક્રોસ શાખાના પ્રતિનિધિઓને અમદાવાદ ગુજરાત સ્ટેટ કો-ઓપેરેટિવ બેંકના હોલ ખાતે “મેન્ટલ હેલ્થ હીરો” તરીકે ની બે દિવસ તાલીમ અપાઈ..
ગુજરાત સરકારના મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ઓફિસર ડો. અજયભાઈ ચૌધરી સાહેબ ની ટીમ દ્વારા અનુભવી ફેકલ્ટી દ્વારા આ વિશેષ તાલીમ આપવામાં આવી જેમાં ૧૧૭ સ્વયંસેવકો (૪૩ બહેનો, ૭૪ ભાઈઓ) જોડાયા. જેઓ સમગ્ર ગુજરાત રાજ્ય માં મેન્ટલ હેલ્થ વોરિયર્સ તરીકે કાર્ય કરશે .આ ૪ – ૫ જુલાઈ, ૨૦૨૫ના બે દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડો. જયંતી રવિ મેડમ IAS (એડીશનલ ચીફ સેક્રેટરી ,રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર), ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠા ભાઈ ભરવાડ , ગુજરાત રાજ્ય રેડક્રોસ ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ, તથા અન્ય મહાનુભાવો ની ખાસ ઉપસ્થિતિમાં તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.જેમાં ભરૂચ જિલ્લા માંથી શ્રી સંકેત ભાઈ પટેલ ને મેન્ટલ હેલ્થ હીરો વોરિયર્સ તરીકે સર્ટિફિકેટ આપી ને સન્માનિત કરવામાં આવ્યા