રાજકોટ-વાંકાનેર ચોકડી પાસેથી કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી PCB.
રાજકોટ શહેર તા.૭/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મયુરભાઇ પાલરીયા તથા નગીનભાઇ ડાંગર તથા હિરેનભાઇ સોલંકી નાઓને મળેલ સયુંકત હકીકત આધારે કુવાડવા ગામ વાંકાનેર ચોકડી હાઇ-વે ઉપર થી ક્રેટા કારમાં લાવવામાં આવેલ ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૮૬૪ ના જથ્થા સાથે ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. (૧) દિનેશકુમાર મુકનારામ ગોદારા ઉ.૨૫ રહે.રોહિલા (પશ્ચિમ) ગામ તા.સેડવા જી.બાડમેરા રાજસ્થાન થાના સેંડવા (૨) રામજીવન કુંભારામ જાંગુ ઉ.૩૬ રહે.ઉપરલા જાંગુંઆ ની ધાણી તા.ચોટન જી.બાડમેર રાજસ્થાન થાના ચોટન. સફેદ કલરની હુન્ડાઇ કંપનીની ક્રેટા કાર રજી.નં.GJ-08-AP-4593 ની કિ.રૂા.૭,૦૦,૦૦૦ કુલ બોટલ નંગ-૮૬૪ કિ.રૂા.૩,૯૬,૬૨૪ મળી કુલ કિ.રૂા.૧૧,૦૬,૬૨૪ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.