Gujarat

રાજુલા પોલીસે ચોરીના બે મોટરસાયકલો સાથે આરોપીને પકડ્યો

રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા

રાજુલા પોલીસે ચોરીના બે મોટરસાયકલો સાથે આરોપીને પકડ્યો

ગત તા.૦૩/૦૭/૨૦૨૫ ના રોજ રાજુલા ટાઉનમા TVS કંપનીનુ XL-100 ગાડી જેના રજીનં. GJ-14-AJ-3862 વાળી ગાડી ને કોઇ અજણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયેલ હોય જેમા રાજુલા પો.સ્ટે ભાગ એ ગેુરન.૧૧૧૯૩૦૫૦૨૫૦૫૦૮/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા કલમ ૩૦૩(૨) મુજબ E-FIR આધારે ગુન્હો રજી થયેલ બાદ તા.૦૪/૦૭/૨૦૨૫ ના રોજ રાજુલા ટાઉનમા ફરીયાદીએ હીરો મોટોરકોપ કંપનીનુ પેશન પ્રો મોટર સાઇકલ જેના રજી નં.GJ-14-BB-3905 દુકાન સામે પાર્ક કરેલ હોય જેને કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયેલ હોય જેમા રાજુલા પો.સ્ટે ભાગ એ ગેુરન.૧૧૧૯૩૦૫૦૨૫૦૫૦૫/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા કલમ ૩૦૩(૨) મુજબ E-FIR આધારે ગુન્હો રજી થયેલ જેથી બન્ને બાઇક ચોરીના બનાવને ગંભીરતાથી લઇ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી.ચાવડા એ અનડીટેક્ટ બાઇક ચોરીના બન્ને ગુન્હાઆને ડીટેકટ કરવા સુચના આપેલ હોય રાજુલા પો.સ્ટેની સર્વેલન્સ ટીમ દ્વારા રાજુલા ટાઉનના અલગ-અલગ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી અને બન્ને ગુન્હાઓમા બાઇક ચોરીમા એકજ ઇસમ હોય જેને ટેકનીકલ તથા હયુમ્ન સોર્સ આધારે ઇસમની ઓળખ કરી અને શોધી કાઢી અને ઉપરોક બન્ને મોટરસાયકલ સાથે શોધી કાઢેલ અને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ. પકડાયેલ આરોપી(૧) હસમુખભાઇ ડાયાભાઇ મીયાત્રા રહે.મોટા રીગંણીયાળા તા.રાજુલા જી.અમરેલી.રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ મધુભાઇ નથુભાઇ પોપટ તથા હે.કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ.કોન્સ હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા હે.કોન્સ મનુભાઇ રામભાઇ માંગાણી તથા હેડ.કોન્સ સુરશભાઇ ઠાકરશીભાઇ મેર તથા એ.એસ.આઇ. જગ્દીશભાઇ વિરાભાઇ રાઠોડ તથા હેડ.કોન્સ પ્રકાશભાઇ શામજીભાઇ બાબરીયા તથા પો.કોન્સ અમીતભાઇ તુલસીભાઇ મકાવાણા દ્વારા કરવામાં આવેલ છે.

IMG-20250707-WA0101.jpg