Gujarat

સદગ્રીન મિશન ના સંયુક્ત ઉપક્રમે બોટાદ જીલ્લાના ખાંભડા લોક ભાગીદારીએ થી ૨૦૦ વૃક્ષો રોપી નંદનવન બનાવ્યું

સદગ્રીન મિશન ના સંયુક્ત ઉપક્રમે બોટાદ જીલ્લાના ખાંભડા લોક ભાગીદારીએ થી ૨૦૦ વૃક્ષો રોપી નંદનવન બનાવ્યું ——————————– બોટાદ સદગ્રીન મિશન ના સંયુક્ત ઉપક્રમે બોટાદ જીલ્લાના ખાંભડા ગામના ગ્રામજનો ની લોક ભાગીદારીએ થી દીર્ઘ આયુષ્ય ધરાવતા ૨૦૦ વ્રુક્ષો રોપી નાના એવા ખાંભડા ને નંદનવન બનાવતા યુવાનો ગ્રામજનો અને વિશ્વ પ્રસિઘ્ધ ગુજરાતની ત્રણ સદગ્રીન મિશન સદભવના ટ્રસ્ટ રાજકોટ અને ગ્રીન આર્મી ટિમ સુરત ની વૃક્ષસેવી સંસ્થા ના સંયુક્ત ઉપક્રમે પ્રક્રુતિ પર્યાવરણ નું ૨૦૦ વુક્ષોરોપીને પ્રકૃતી નું ઋણ અદા કરવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો બોટાદ જીલ્લાના ખાંભડા ગામના ગ્રામજનો ની લોક ભાગીદારી અને જાગૃતી થી આશરે એકાદ દસકા થી અવિરત હરિયાળી ક્રાંતિ ની પહેલ સાથે લાખો ની સંખ્યામા વૃક્ષો રોપી જતન અને માવજત કરી ઉછેર કરી ચૂકી છે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ વૃક્ષારોપણ સંસ્થા સુરત ની ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા અને મિશન ગ્રીન બોટાદ એ ૨૦૦ થી વધુ વૃક્ષો રોપીને ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યું છે પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમી ખાંભડા ગામ પરિવાર યુવા મંચ ગ્રુપ બોટાદ જીલ્લા નું નાનકડું ગામ એટલે કે ખાંભડા નામે ગામ પરિવાર યુવા મંચ ગ્રુપ દ્વારા મહા વૃક્ષારોપણ નું આયોજન કરેલ હતું જેમાં સદભાવના વૃક્ષારોપણ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ અને મિશન ગ્રીન બોટાદ ના સયુંકત સહકાર થી ગ્રામજનો તથા વડીલો નો સાથ મળ્યો હતો અને ગામ નાં યુવાનો પણ જોડાયા હતાં તેમજ ખાંભડા ગામ ની માતા બહેનો પણ જોડાયા હતાં અને સમસ્ત ખાંભડા ગામે એક જાગૃત નાગરિક તરીકે ખાંભડા હરિયાળું ખાંભડા નો સંકલ્પ પરિપૂર્ણ કર્યો હતો ખાંભડા ના વૃક્ષારોપણ કાર્યક્ર્મ દરમ્યાન સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર “કિંગ ઓફ સાળંગપુર”ના પરિસરમાં ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટે વડલો પીપળો અને ઉમરો એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ના અંશ રૂપી વૃક્ષ રોપ્યા હતા.વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિએ ખાસ તો પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખુબજ અનિવાર્ય બની ગયું છે. વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે પણ ખુબ જ જરૂરી છે તેવો સંદેશ આપ્યો હતો સદ ગ્રીન મિશન ની સેવા ને સલામ સેવાની ભાવના ને વંદન કરતા પૂજ્ય સંતો એ પણ અભીનંદન પાઠવ્યા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250707-WA0137-3.jpg IMG-20250707-WA0138-1.jpg IMG-20250707-WA0136-2.jpg IMG-20250707-WA0139-0.jpg