જુનાગઢ ભક્ત નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે વાણિજ્ય અને વ્યવસ્થાપનમાં સફળ કારકિર્દી માટે કુશળતા અને શિસ્ત વિષયે પ્રો.(ડો.) દક્ષાબેન ચૈાહાણ દ્વારા યોજાયુ તજજ્ઞ વ્યાખ્યાન
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ખાતે કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે એક વિશેષ તજજ્ઞ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સૈારાષ્ટ્ર યુનિવર્સીટીનાં કોમર્સ ડિપાર્ટમેન્ટનાં ડીન પ્રો.(ડો.) દક્ષાબેન ચૈાહાણે આજે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કોમર્સ અને મેનેજમેન્ટ ભવન ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાણીજ્ય અને વ્યવસ્થાપનમાં સફળ કારકિર્દી માટે કુશળતા અને શિસ્ત વિશે તજજ્ઞ વ્યાખ્યાન પુરૂ પાડ્યુ હતુ.
યુનિ.નાં કોમર્સ ભવનનાં વડા અને ડીન પ્રો.(ડો.) ભાવસિંહ ડોડીયાએ વ્યાખ્યાનની પ્રસ્તાવના રજુ કરી રાજકોટ સૈારાષ્ટ્ર યુનિ.નાં દક્ષાબેન ચૈાહાણની શિક્ષણક્ષેત્રે મેળવેલ સિધ્ધીઓનો વિદ્યાર્થીઓને પરિચય કરાવી સ્વાગત કર્યુ હતુ. આ પ્રસંગે ડો. વિનીત વર્મા, ડો. દિનેશ ચાવડા, ડો. અનિતાબા ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રો.(ડો.) દક્ષાબેન ચૈાહાણે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરતા જણાવ્યુ હતુ કે વાણિજ્ય અને વ્યવસ્થાપન વચ્ચે પસંદગી તમારી રૂચિઓ, શક્તિઓ અને કારકિર્દીના લક્ષ્યો પર આધાર રાખે છે. તમારો નિર્ણય લેવામાં તમારી સહાય કરવા માટે અહીં એક સંરચિત અભિગમ છે, જેમાં સ્વ-મૂલ્યાંકન, તમને કયા વિષયો ગમે છે તેના પર વિચાર કરો, તમારી કુશળતાનો વિચાર કરો. વાણિજ્ય-વ્યવસાય, નાણાં, માર્કેટિંગ, એકાઉન્ટિંગ અને ઉદ્યોગ સાહસિકતામાં કારકિર્દી. જો તમને આર્થિક વિશ્લેષણ, સંચાલન અથવા કોર્પોરેટ વ્યૂહરચના સાથે સંકળાયેલી ભૂમિકાઓમાં રસ હોય, તો વાણિજ્ય તમારા માટે વધુ યોગ્ય હોઈ શકે છે. સામાન્ય રીતે અર્થશાસ્ત્ર, વ્યાપાર અભ્યાસ, એકાઉન્ટિંગ અને આંકડાશાસ્ત્ર જેવા વિષયોનો સમાવેશ થાય છે. ટેકનોલોજી સાથે વ્યાપાર જગત ઝડપથી વિકસી રહ્યું છે. ડિજિટલ માર્કેટિંગ, ડેટા વિશ્લેષણ અને ટકાઉપણામાં કૌશલ્ય વધુને વધુ મૂલ્યવાન બની રહ્યું છે.ત્યારે સંદેશાવ્યવહાર, સહાનુભૂતિ અને વિવેચનાત્મક વિચારસરણીમાં કૌશલ્ય ઘણા ક્ષેત્રોમાં આવશ્યક છે, ત્યારે વિદ્યાર્થી તરીકે એવો રસ્તો પસંદ કરવો જોઇએ જે જુસ્સા સાથે શ્રેષ્ઠ રીતે મેળ ખાય અને જ્યાં તમે લાંબા ગાળે સમૃદ્ધ બને, ઘણી કુશળતા ટ્રાન્સફરેબલ છે, તેથી તમે તમારી રુચિઓ વિકસિત થાય તેમ તમારી કારકિર્દીને અનુકૂલિત કરી શકો છો.
આ તજજ્ઞ વ્યાખ્યાન વેળાએ પ્રો.(ડો.) દક્ષાબેન ચૈાહાણે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભાવીની શુભકામનાઓ પાઠવી હતી.
રિપોર્ટર મહેશ કથીરિયા