Gujarat

જુનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમા થયેલ મર્ડરના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી જુનાગઢ “એ” ડિવીઝન પોલીસ

જુનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમા થયેલ મર્ડરના ગુન્હાના આરોપીને
ગણતરીની કલાકોમાં પકડી પાડતી
જુનાગઢ “એ” ડિવીઝન પોલીસ

ગુન્હાની ટુંક વિગતઃ- જુનાગઢ ભવનાથ વિસ્તારમાં મરણ જનાર મલુબેન વા/ઓ રાજેશભાઇ ચાવડા તથા આરોપી રાજેશભાઈ દેસુરભાઇ ચાવડા બન્ને પતી-પત્ની થતા હોય અને બને પતી-પત્ની વચ્ચે છેલ્લા દોઢેક વર્ષથી અણ બનાવ હોય જેથી બન્ને વચ્ચે છુટાછેડા થઈ ગયેલ પરંતુ ફરીથી આ કામના આરોપીએ મરણ જનાર મલુબેન તથા તેની દિકરી કૃપાલીને ફોસલાવી પોતાના ઘરે પોતાની સાથે લઈ આવી અને ઘરે આવી સાહેદ ક્રૂપાલીબેનના ભણતર બાબતે આરોપીએ મરણ જનાર મલુબેન સાથે બોલાચાલી કરી આડેધડ ઢીકાપાટુ માર મારી તેમજ પેટના ભાગે પગ વડે લાતો મારી મરણજનાનું મોત નીપજાવી ગુન્હો કરેલ હોય જે બનાવ જુનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે મુજબનો ગુન્હો રોજ રજી થયેલ

ઉપરોકત બનેલ બનાવની ગંભીરતા ધ્યાને લઇ જૂનાગઢ રેન્જ વડા પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાંજડીયા સાહેબ ની સુચના તથા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા સાહેબનાઓએ ઉપરોકત બનાવમા સંડોવાયેલ આરોપીને તાત્કાલીક પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને પો.ઇન્સ આર કે પરમાર નાઓના સીધા માર્ગદશન હેઠળ એ ડીવી. પો.સ્ટે.ના ગુન્હા નિવારણ શાખાના પો.સબ.ઇન્સ વાય.એન.સોલંકી તથા ગુન્હા નીવારણ સ્કોડ નાઓએ મળેલ હકિકત આધારે ભવનાથ પો.સ્ટે.નો ઉપરોકત ગુન્હાનો પકડવાના બાકી આરોપીને જુનાગઢ સીવીલ હોસ્પીટલના ગેટ પાસેથી હસ્તગત કરી ભવનાથ પો.સ્ટે જુનાગઢને સદર આરોપીને સોપી આપેલ.
આરોપીરાજેશભાઇ દેસુરભાઈ ચાવડા રહે- નંદાણાગામ બસ સ્ટેશન પાસે તા કલ્યાણપુર જી.દેવભુમી દ્વારકા હાલ રહે. જુનાગઢ ભવનાથ રૂપાયતન રોડ

કામગીરી કરનાર પોલીસ અધીકારી/કર્મચારી:-એ.ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી આર.કે.પરમાર તથા પો.સબ.ઇન્સ શ્રી વાય.એન.સોલંકી તથા એ.એસ.આઈ.ભદ્રેશભાઇ રવૈયા તથા એ.એસ.આઈ. પંકજભાઇ સાગઠીયા તથા પો.હેડ.કોન્સ તેજલબેન સિંધવ તથા નીતીનભાઇ હીરાણી તથા કલ્પેશભાઇ ચાવડા તથા જીગ્નેશભાઇ શુકલ તથા જયેશભાઈ કરમટા તથા વિક્રમભાઈ છેલાણા તથા અજયસિંહ ચુડાસમા તથા નરેંન્દ્રભાઇ બાલસ તથા જુવાનભાઈ લાખણોત્રા તથા સાજીદખાન યુસુફખાન તથા શૈલેષભાઇ દવે નાઓએ સાથે રહી સારી કામગીરી કરેલ છે.

રિપોર્ટર મહેશ કથીરિયા

IMG-20250708-WA0138.jpg