જૂનાગઢ જિલ્લાના ભેંસાણના શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓ સાથે અભદ્ર કૃત્યમાં બે શખ્સોની ધરપકડ કરાઈ
જૂનાગઢ જિલ્લાના ભેસાણ છોડવડી રોડ ઉપર આવેલ નજીક માઁ અમર શૈક્ષણિક સંકુલમાં 20 જેટલા વિદ્યાર્થીઓ સાથે જધન્ય કૃત્ય થયાના આરોપ વાલીઓ દ્વારા કરવામાં આવતા. વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ જધન્ય કૃત્યનો મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે આચાર્ય અને શિક્ષકની અટકાયત કરી તપાસ શરુ કરી છે. અને બાળ સુરક્ષા અધિકરીની ટિમ પણ સંકુલ ખાતે પહોંચી તપાસમાં લાગી છે અને બાળકોનું કાઉન્સિલ કરવામાં આવી રહ્યું છે. હાલ શિક્ષણ વિભાગ અને પોલીસ સાથે બાળ સુરક્ષા ટિમ દ્વારા તપાસનો ધધમાટ શરુ થયો છે. ભેસાણના માં અમર શૈક્ષણિક સંકુલમાં બાળકો સાથે જધન્ય કૃત્ય થયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે, આ ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. સંકુલના પ્રિન્સિપાલ અને સંસ્કૃતના શિક્ષક પર 25થી વધુ વિદ્યાર્થીઓ સાથે અભદ્ર કૃત્ય કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે
રિપોર્ટર મહેશ કથીરિયા