દિલ્હી સરકારે વહીવટી કારણોસર મુખ્યમંત્રી રેખા ગુપ્તાના સત્તાવાર નિવાસસ્થાનના નવીનીકરણ માટેનું ટેન્ડર રદ કર્યું છે, તેમ મીડિયા સૂત્રો એ સત્તાવાર દસ્તાવેજાેને ટાંકીને અહેવાલ આપ્યો છે.
સીએમ ગુપ્તાને ગુપ્તાને ઉત્તર દિલ્હીના સિવિલ લાઇન્સમાં સ્થિત રાજ નિવાસ માર્ગ પર જાહેર બાંધકામ વિભાગ દ્વારા બે બંગલા ફાળવવામાં આવ્યા હતા, એક તેમના નિવાસસ્થાન તરીકે અને બીજાે તેમના કેમ્પ ઓફિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે તેમણે કેમ્પ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું.
રદ કરાયેલા ટેન્ડર, જેની કિંમત રૂ. ૬૦ લાખ છે, તેમાં તેમના નિવાસસ્થાને ૧૪ એર કંડિશનર, ટેલિવિઝન અને વિવિધ ઇલેક્ટ્રિકલ ફિક્સર જેવા પ્રસ્તાવિત સ્થાપનોનો સમાવેશ થાય છે.