Gujarat

દેવભૂમિમાં નશાના કારોબાર પર અવિરત ધોંસ, વેપલો કરતો વધુ એક શખસ ઝબ્બે

દેવભૂમિ જિલ્લામાં છેલ્લા ચાર વર્ષથી પોલીસ દ્વારા નશાના કાળા કારોબાર પર અવિરત ઘોંસ બોલાવવામાં આવી રહી છે.જેમાં અગાઉ કોડેઇન સીરપ, આલ્ફાઝોલમ-ટ્રામાડોલ ટેબલેટ નામની નશાકારક દવાના ગેરકાયદે વેપલા પર ઘોંસ બોલાવી હતી.

જે દરમિયાન પોલીસે ડ્રાઇવીંગ કામ સાથે સંકળાયેલા શખસના કબજામાંથી નશાકારક ટ્રામાડોલ હાઇડ્રોકલોરાઇડ ઘટક ધરાવતી કેપ્સુલનો જથ્થો કબજે કરી એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

દેવભૂમિ પોલીસ દ્વારા છેલ્લા ચારેક વર્ષથી નશાના કાળા કારોબાર પર અવિરત ઘોંસ બોલાવવામાં આવી રહી છે જે દરમિયાન અગાઉ પોલીસે ગત વર્ષ 2023માં કલ્યાણપુર પંથકમાંથી નશાકારક કોડેઇનયુકત કફ સીરપના જથ્થા સાથે બે શખસોને પકડી પાડયા હતા.તદુપરાંત નશાકારક કેપ્સુલ અને કપ સીરપ મામલે પોલીસે આરંભડા-ભાટીયાના બે શખસોને પણ દબોચી લીઘા હતા.

ખંભાળિયામાંથી પણ પોલીસે નશાકારક સીરપ મામલે સલાયાના એક શખસને પકડી પાડયો હતો. તદુપરાંત એસઓજીએ વર્ષ 2024માં નશાકારક ટેબલેટના જંગી સાથે બે શખસોને પકડી પાડી ગુના દાખલ કર્યા હતા. સલાયામાંથી પણ પોલીસે નશાકારક શીરપના મોટા થથ્થા સાથે સલાયાના શખસને દબોચી લીઘો હતો.જે જુદા જુદા પ્રકરણમાં પોલીસે એનડીપીએસ એકટની કલમો હેઠળ ગુના નોંધ્યા હતા.