જામનગર જિલ્લાની આંગણવાડી બહેનોએ ડીજીટલના વિરૂદ્ધમાં અને બીએલઓની કામગીરી રદ્દ કરવાની માંગણી સાથે એક દિવસની હડતાલ પાડી કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠ્વ્યું છે. મહિલા બાલ વિકાસ મંત્રાલય દ્વારા આંગણવાડીના ડિજિટલિકરણ માટે પોષણ ટ્રેકર મોબાઈલ એપ લાગુ કરવામાં આવી છે.
જેના પરિણામે આંગણવાડી કાર્યકર ઉપર કામનો બોજ તો વધ્યો જ છે. તથા કુપોષણ અને આંગણવાડી સેવા ઉપર તેની વિપરીત અસર થવા પામી છે. સાથે જ એફઆરએસ મારફત લાભાર્થીઓને યાદીમાંથી હટાવવા પ્રક્રિયા ચાલી રહી છે અને ટી.એસ.આર.વિતરણમાં સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે.
જેથી પોષણ ટ્રેકરમાં સુધારો કરવા અને એફઆરએસ સિસ્ટમને દુર કરવાની માંગણી કરવા સાથે સુપરવાઈઝરની બઢતી માટેની 45 વર્ષની વયમર્યાદા દુર કરવા તેમજ વેતન વધારો કરવાની માંગણી સાથે આજે ગુજરાતભરની માફક જામનગરમાં આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈને કલેકટર કચેરી ખાતે તેમજ ધ્રોલ, જોડીયા સહિતના તાલુકા મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.