Gujarat

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં અનુસ્નાતક ભવનનાં વિદ્યાર્થીઓએ ગુરૂપૂર્ણિમાનાં પાવન અવસરે કરી ગુરૂવંદના

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં અનુસ્નાતક ભવનનાં વિદ્યાર્થીઓએ ગુરૂપૂર્ણિમાનાં પાવન અવસરે કરી ગુરૂવંદના

ફળની આશા રાખ્યા વિના કર્મ કર્યે જવુ, કર્મને સ્વાર્થ સાથે ના જોડતા પરમાર્થ સાથે જોડવુ – કૂલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહ ચૈાહાણ
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી જૂનાગઢનાં અનુસ્નાતક કક્ષામાં અભ્યાસ કરતા અને શોધ સ્કોલર્સ વિદ્યાર્થીઓ દ્વારા આજે ગુરૂવંદના દ્વારા ગુરુ પુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી..
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં વિવિધ ડિપાર્ટમેન્ટ વાઈઝ થયેલ ઉજવણી દરમ્યાન કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહ ચૈાહાણે અધ્યક્ષીય ઉદબોધનમાં વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાની શીખ આપતા જણાવ્યુ હતુ કે ગુરૂપૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. ‘ગુરુ’ શબ્દનો અર્થ જોઇએ તો અજ્ઞાનનાં અંધકાર દૂર કરે છે. ગુરુ શિષ્યને પોતાના જ્ઞાનથી સાચા માર્ગ પર દોરી જાય છે અને તેમની પ્રગતિમાં મદદ કરે છે.પ્રો. ચૈાહાણે પોતાનાં ગ્રામિણ જીવનથી શરૂ કરેલ શિક્ષણયાત્રાની સફરનાં સોપાનોને વર્ણવતા જણાવ્યુ હતુ કે શિક્ષણ એ વિકાસની ક્ષિતીજો સર કરવા અમોધ શસ્ત્ર છે. પ્રધાનમંત્રીશ્રીનાં વિકાસીત ભારતની સંકલ્પનાં સર કરવા ભારતનાં યુવાધનને પોતાની શક્તિઓને નિખારવા કઠોર મહેનત અને શ્રેષ્ઠ શિક્ષણથી રાષ્ટ્રનું નામ વિશ્વ કક્ષાએ ઉન્નત બને તે દિશામાં યોગદાન આપવા જણાવ્યુ હતુ. પ્રબળ પુરુષાર્થથી જ ભગવત-સાક્ષાત્કાર સંભવ છે. સંસારમાં દરેક વ્યક્તિ ઉત્કર્ષને ઈચ્છે છે તેને મહેનતુ બનવાની જરૂર છે, મહેનત કરવામાં કશી જ નાનપ નથી એ વાત હૈયામાં નોંધી રાખવા જેવી છે. મહેનતુ માનવીને સૌ કોઈ ચાહે છે અને તેને માન આપે છે. મહેનતુ માનવી જ પોતાનું લક્ષ્ય હાંસલ કરવામાં કામિયાબ નીવડે છે એ તમે ક્યારેય ભૂલશો નહિ.આચાર્ય ચાણક્ય પણ આ વાતનું સમર્થન કરતાં કહે છે ‘કિં દૂરં વ્યવસાયિનામ્’ મહેનતુને શું દુર્લભ છે? એટલે કે તે બધું જ પામી શકે છે. ફળની આશા રાખ્યા વિના કર્મ કર્યે જવુ, કર્મને સ્વાર્થ સાથે ના જોડતા પરમાર્થ સાથે જોડવુ
આ તકે ડિપાર્ટમેન્ટનાં અધ્યક્ષ સર્વશ્રી પ્રો.(ડો.) ફિરોઝ શેખ, પ્રો.(ડો) ભાવસિંહ ડોડીયા, પ્રો.(ડો.) જયસિંહ ઝાલા, પ્રો.(ડો.) સુહાસ વ્યાસે ગૂરુપૂર્ણિમાનો મહિમા વર્ણવતા જણાવ્યુ હતુ કે ગુરુપૂર્ણિમા મહર્ષિ વેદ વ્યાસના જન્મદિવસ સાથે જોડાયેલી છે, જેમણે મહાભારત, શ્રીમદ ભાગવત જેવા મહાગ્રંથોની રચના કરી. આ કારણે આ પર્વને ‘વ્યાસ પૂર્ણિમા’ પણ કહેવાય છે. ગુરૂપૂર્ણિમા ગુરુ પરત્વે શ્રદ્ધા, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે, ગૂરુપૂર્ણિમાનાં દિવસે શિષ્યો પોતાના ગુરુનું સન્માન કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે. લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ, કોમર્સ એન્ડ મેનેજમેન્ટ,સોશ્યોલોજી એન્ડ સોશ્યલ વર્ક, ઈગ્લીશ ડિપાર્ટમેન્ટ સહિત વિવિધ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા અને શોધ સ્કોલર્સ અને પી.એચડી. વિદ્યાર્થીઓએ વિભાગીય વડા સાથે પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી, ડો. રાજેશ રવિયા, ડો.પરાગ દેવાણી, ડો. જતિન રાવલ, ડો. ઋષિરાજ ઉપાધ્યાય, ડો. રૂપાબેન ડાંગર, ડો. ઓમ જોષી, ડો. વિનીત વર્મા, ડો. દિનેશ ચાવડા, ડો. અનિતાબા ગોહીલ, ડો. દુશ્યંત દુધાગરા, ડો. સંદિપ ગામિત, સહિત ગુરૂજનોને વંદના કરી આશિષ મેળવ્યા હતા. વિદ્યાર્થીઓએ ગુરૂજનોને વૃક્ષનાં રોપ અર્પણ કરી પ્રકૃતિ પરત્વે પર ગુરૂભાવે વંદનાની શીખ આપી હતી.
આ તકે પ્રો. ચેતન ત્રિવેદી, ડો. ફિરોઝ શેખે નવિ શિક્ષણનીતી અને આપણી સંસ્કૃતિની વિભાવના રજુ કરી હતી. વિદ્યાર્થી દિક્ષિત મનિષભાઇ આચાર્યએ ભારતિય પરંપરામા પ્રકૃતિ અને ગુરૂવંદનાની વાત રજુ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા તમામ ડિપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીઓએ ગુરૂજનોને કુમકુમ તિલક અને આદર ભાવથી વંદના કરી જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર મહેશ કથીરિયા

IMG-20250711-WA0076.jpg