Gujarat

મેંદરડા તાલુકાના માનપુર ખાતે થી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો બુટલેગર ફરાર

મેંદરડા તાલુકાના માનપુર ખાતે થી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો બુટલેગર ફરાર

પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો રહેણાંક મકાનમાં વિદેશી દારૂ બિયર નો જથ્થો રાખી વેચાણ કરવામાં આવતું હતું

જુનાગઢ રેન્જ પોલીસ મહા નિરીક્ષક અને પોલીસ અધિક્ષક દ્વારા જુનાગઢ જિલ્લામાં પ્રોહી/ જુગાર ની પ્રવૃત્તિ પર વોચ રાખી નાબૂદ કરવા હુકમ કરવામાં આવેલ જે બાબતે મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઇ એસ.એન.સોનારા ને ચોક્કસ બાતમી મળેલ હતી કે મેંદરડા તાલુકાના માનપુર ગામમાં પરાગ પ્રવીણ સોંદરવા પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદે સર રીતે વિદેશી દારૂ અને બીયર નું વેચાણ કરી રહ્યો છે

જે બાતમીના આધારે મેંદરડા પી.એસ.આઇ એસ.એન. સોનારા,asi હિતેશભાઈ બલદાણીયા,asi અરવિંદભાઈ હેરભા,hc કેતનભાઇ મકવાણા, pc.દિનેશભાઈ ચાવડા pc. કમલેશભાઈ પાથર વગેરે સ્ટાફ દ્વારા પરાગ સોદરવા ના રહેણાંક મકાનની તલાસી લેતા વિદેશી દારૂની ૫૮ બોટલ તથા બિયરના ટીન ૧૧૦ જેટલો જથ્થો મળી આવેલ હતો પોલીસે રૂપિયા (૪૭૩૩૮) સુડતાલીસ હજાર ત્રણસો ને આડત્રીસ વિદેશી દારૂ બિયર સહિતનો જથ્થો કબજે કરેલ હતો

જ્યારે પોલીસ દ્વારા પરાગ પ્રવીણ સોંદરવા ના રહેણાંક મકાન પર દરોડો પાડતા સ્થળ પરથી બુટલેગર પરાગ હાજર નહીં મળતા ફરાર થયેલ હોવાથી તેની સામે ધોરણ સર ની કાર્યવાહી કરવા ચક્રોગતિમાન કરવામાં આવેલ અને વધુ તપાસ મેંદરડા મહીલા psi.એસ.એન.સોનારા ચલાવી રહ્યા છે

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

IMG-20250712-WA0060-2.jpg IMG-20250712-WA0059-0.jpg IMG-20250712-WA0058-1.jpg