જામનગર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સુપર ખાતે L & T કંપની દ્વારા “Safety Day” તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે રેડ ક્રોસ જામનગર શાખા દ્રારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે L & T કંપની ના કર્મચારીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પ અને ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં જામનગર શાખાના ચેરમેન ડો અવિનાશભાઈ ભટ્ટ, સેક્રેટરી ડો વિહારીભાઈ છાટબાર, ખજાનચી કિરીટભાઇ શાહ, ભાર્ગવ ઠાકર, અજિતસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
ડેન્ટલ કેમ્પમાં ડો ધ્યેય કેશોર, ડો મિત સોલંકી, ડો દિવ્યજીત સરવૈયાએ સેવા આપી હતી, આ ઉપરાંત રાજકોટ રેડ ક્રોસ બ્લડ બેંક તરફથી ડો ભરત અગ્રવાત, ડો દિશાત રાખોલીયા, મહેશ કંડારા, પ્રશાંત દુશરા, હાર્દિક બગડા, હેતલ ડાંગર, વિભૂતિબેન, હાર્દિક પાનખાનિયા, પંકજ રાજપરા, અશોક પરમારે સેવા આપી હતી. L & T કંપની તરફથી ગીરીશકુમાર વાઢવા, અલ્પેશભાઈ ગોહિલ, જયદીપભાઈ આચાર્ય, ( એડમીન) જયેશભાઈ પટેલ, ચિરાગભાઈ જાદવ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં કુલ ૧૪૫ બોટલ બ્લડ એકત્રિત થયું હતું.