જામનગર એસપીના આદેશથી એલસીબીએ રોજીયા ગામની સીમમાં આવેલી એક ખેતરની ઓરડીમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ઘોડીપાસાનો જુગાર રમતા 8 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા પકડાયેલા આરોપીઓમાં જામનગરના નવાગામ ઘેડના સુખદેવસિંહ મહેન્દ્રસિંહ વાઢેર, ભરત વજસી ડાંગર, અનવરમીયા આમઠમીયા ફકીર, જાવેદ અલીમામદ બ્લોચ, મુસ્તુકા કાસમ ખીરા, મહેશ નરશી થાપા, આસીફ યુનુસ ખકી અને અજીજખાન આમદખાન સરવાણીનો સમાવેશ થાય છે.
એલસીબીએ આ કાર્યવાહી દરમિયાન 2,02,850ની રોકડ રકમ, 8 મોબાઈલ ફોન અને એક કાર મળી કુલ 9,42,850નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન નવાગામ ઘેડના હિતેન્દ્રસિંહ ઉર્ફે મિથુન અભેસંગ ઝાલા, રોજીયાના સંજયસિંહ જશુભા જાડેજા, નવાગામ ઘેડના સિધ્ધરાજસિંહ જુમા જાડેજા અને ગુલાબનગરના દિનેશ ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસને મળેલી બાતમી મુજબ સુખદેવસિંહ વાઢેર અને સંજયસિંહ જાડેજા સંયુક્ત રીતે આ જુગારધામ ચલાવતા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.