ઠાંસા સેવા સહકારી મંડળી લી.ની ૬૪મી વા.સા સભા મળી રૂા. ૧૮, લાખનો નફા સાથે૧૨% ટકા ડીવીડન્ડ જાહેર —————————————દામનગર ના ઠાંસા સેવા સહકારી મંડળી લી.ની ૬૪મી વા.સા સભા મળી રૂા. ૧૮, લાખનો નફા સાથે૧૨.% ટકા ડીવીડન્ડ જાહેર ભેટ તથા ડીવીડન્ડની જાહેરાત કરતા સભાસદોમાં હર્ષની લાગણી ઠાંસા સેવા સહકારી મંડળી લી.ની ૬૪ મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખ મોહનભાઈ કુરજીભાઈ ઈસામલિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી સૌ પ્રથમ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ પુવ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ તેમની સાથે અનેક લોકો ભોગ બનેલાઓને શ્રધ્ધાજંલી અર્પણ કરેલ ત્યાર બાદ સભાનું કામકાજ શરૂ કરવામાં આવ્યુ મંડળીના મંત્રી ભુપતભાઈ માલવીયાએ હીસાબો રજુ કરતા મંડળીનું શેર ભંડોળ ३८.५८,१७,५०० લાખ છે જયારે મંડળીનું રીઝવ ફંડ ૪૯,૮૭,૭૭૧ લાખ અન્ય ફંડો ૪૪,૬૧,૧૭૭ લાખ અને શેરોમાં રોકણો ૪૪,૬૧૭૦૦ છે. મંડળીનું એન.પી.એ શુન્ય છે. મંડળી પોતાની આધુનીક ઓફીસ ધરાવે છે મંડળીના પ્રમુખશ્રીએ ૧૨% ડીવીડન્ડ તથા આકર્ષક ભેટની જાહેરાત કરતા કમીટી તથા સભાસદોએ સહર્ષ વધાવી કામગીરીને બિરદાવી હતી મંડળીની ધિરાણ વસુલાતની કામગીરીમાં મંત્રી સાથે કમીટીના સહયોગથી સો ટકા વસુલાત થયેલ છે.
આ તકે આજની આ વા.સા. સભામાં અમરેલી જી.મ.સ.બેંકના મેનેજર ભરતભાઈ ગરાણીયાએ બેકના લોકર થાપણ તેમજ ગોલ્ડ લોન બેંક તથા મંડળીમાં વારસદારોની ચકાસણી કરાવી વીગેરે માહીતી આપી હતી જયારે અ.જી.મ.સ.ના સુપરવાઈઝરો રાજુભાઈ માલવીયાએ ખેતી જાળવી કેટલ શેડ તેમજ બેંકની વિવિધ મધ્યમ મુદતના ધિરાણ વિષે માહીતી આપી હતી સુપરવાઈઝર અમીતભાઈ ડાબસરાએ પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વિમા તેમજ અટલ પેન્શન યોજના અને એટી.એમ વીષે વિસ્તૃત માહીતી આપી હતી ફર્ટીલાઈઝરના ડી.એલ.સી ડી.કે રામ સાહેબે વિવિધ ખાતર દવા બિયારણની છણાવટથી જાણકારી આપી હતી ફર્ટીલાઈઝરકેપો ઈન્ચાર્જ યકીનભાઈ પટેલે જમીનની ફળદ્રુપતા વિષે માહીતી આપી હતી.આજની આ સભામાંબેંકના મેનેજર ભરતભાઈ ગરણીયા સુપરવાઈઝર રાજુભાઈ માલવીયા, અમીતભાઈડાબસરા વ્ય.કમીટીના રાઘવભાઈ ઈસામલીયા, નાગજીભાઈ એલ માણીયા, દેવજીભાઈ એસ ઈસામલીયા, પ્રવીણભાઈ ડી ઈસામલીયા, રાજેભાઈ આર ઈસામલીયા, શામજીભાઈ એલ ઈસામલીયા, હીતેન્દભાઈ ડી ઈસામલીયા, ધીરૂભાઈ એમ ઈસામલીયા, વલ્લભભાઈ કે ઈસામલીયા, મનુભાઈ એસ ઈસામલીયા, ઉકાભાઈ એ બુધેલીયા, દુલાભાઈ કે જીવાણી વિગેરે મંડળીના વિકાસ માટે આપી રહ્યા છે અંતમાં આભાર વિધી પ્રવિણભાઈ ઈસામલિયા સતત કાર્યશીલ રહી સેવા એ કરી હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા