Gujarat

ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારવા માટે ‘સન્ડે ઓન સાયકલ’ દેશમાં એક ક્રમ બની ગયો છે: ડૉ. મનસુખ માંડવિયા

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની આગેવાની હેઠળ “સન્ડે ઓન સાયકલ” રેલી યોજાઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ‘ અને સન્ડે ઓન સાયકલ‘ અભિયાન હેઠળ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા, ગાંધીનગર ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો હતો. જેને કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયા અને પેરા પાવરલિફ્ટિંગમાં અર્જુન એવોર્ડ વિજેતા શ્રી રાજીન્દર રહેલુ દ્વારા હરી ઝંડી બતાવીને પ્રારંભ કરાવ્યો હતો.

કેન્દ્રીય મંત્રીએ રેલીને સંબોધતા જણાવ્યું હતું કે ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારવા માટે ‘સન્ડે ઓન સાયકલ‘ આખા દેશની અંદર એક ક્રમ બની ચૂક્યો છે. એક અભિયાનના રૂપમાં દેશના યુવાઓ આ ચલાવી રહ્યા છે. આજે સમગ્ર દેશમાં ૭૦૦૦થી અધિક સ્થાનો પર ‘સન્ડે ઓન સાયકલ‘ રેલી કાઢીને દેશના યુવાનોએ ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો છે. સાયક્લિંગ એ બેસ્ટ એક્સરસાઇઝ છે. સાયક્લિંગ ‘પોલ્યુશનનું સોલ્યુશન‘ છે. સાયક્લિંગ ટ્રાફિકનું સમાધાન છે. સાયક્લિંગ એ ફિટ રહેવાનો મંત્ર છે. આ અભિયાન વિશે વધુ જણાવવા તેમણે કહ્યું હતું કે, આપણા ઘરથી કામકાજનું સ્થાન દૂર ન હોય તો સાયકલ લઈને જઈએ. ફિટ રહીએ, સ્વસ્થ રહીએ.

પોતાનો અનુભવ શેર કરતા તેમણે ઉમેર્યું હતું કે, “મેં સાયકલિંગને ૧૩ વર્ષથી મારો શોખ અને રુચિ બનાવી છે. હું પાર્લામેન્ટ પણ લગાતાર ત્રણ વર્ષ સુધી સાયકલ પર જ ગયો હતો. અત્યારે પણ અને જ્યારે જ્યારે સમય મળે, ત્યારે હું સાયકલિંગ કરી લઉં છું.”

આ રેલી મહાત્મા મંદિરથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. રેલીના પ્રારંભ પૂર્વે યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ ગાંધીનગર ખાતે કોચિંગ કેમ્પમાં ભાગ લેવા આવેલી ભારતીય યુથ વુમન હેન્ડબોલ ટીમ સાથે મંત્રી શ્રી માંડવિયાએ વાર્તાલાપ પણ કર્યો હતો.

આ રેલીમાં LIC, BSNL, Indian Oil, Bha®a Pªroleum, Hindustan Pªroleum, ONGC, NPCC, GAIL, WAPCOS જેવા ભારત સરકારના તેમજ ગુજરાત મેટ્રો અને iNDEXT જેવા રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રોના ઉપક્રમો સાથે ધારાસભ્ય, શહેરના મેયર, કલેક્ટર, પોલીસ અધિક્ષકની સાથે NYKs અને NSS તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.