અમરેલીના ૯૦,૦૦૦થી વધુ લોકોએ કોરોના પ્રતિરોધક ઔષધિનો લાભ લીધો
૫૨૦૯૭ લોકોએ કોરોના પ્રતિરોધક ઉકાળાનું અને ૩૭૯૬૭ લોકોએ હોમિયોપેથી દવાઓનું સેવન કર્યું
આયુર્વેદિક વિભાગ દ્વારા ઉકાળા અને દવાના નિઃશુલ્ક વિતરણનો આજે ૧૯ માર્ચ છેલ્લો દિવસ
અમરેલી,
અમરેલી આયુર્વેદિક વિભાગ દ્વારા જિલ્લાના તમામ સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી દવાખાના ખાતે તા. ૧૪ થી ૧૯ માર્ચ એમ પાંચ દિવસ સુધી સવારે ૯ થી ૧૧ વાગ્યા દરમિયાન કોરોના વાયરસ પ્રતિબંધક ઉકાળા અને હોમિયોપેથીક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવા ૧૫૦ થી વધુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જિલ્લાના તા. ૧૪ થી ૧૮ દરમિયાન કુલ ૫૨૦૯૭ લોકોએ કોરોના પ્રતિરોધકનો ઉકાળાનું ૩૭૯૬૭ લોકોએ હોમિયોપેથી દવાઓનું સેવન કર્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા આયુર્વેદિક અધિકારીશ્રી યાદવે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે જિલ્લામાં અગમચેતીના ભાગરૂપે પ્રજા સુધી પ્રતિરોધક ઉકાળા અને દવાઓ પહોંચે તે હેતુસર આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જાહેર જનતાએ વધુ માહિતી માટે આરોગ્ય ખાતાના અધિકારી ડૉ. વિવેક ગોસ્વામીનો ૯૮૯૮૨ ૫૫૪૮૪ ઉપર સંપર્ક સાધવાનો રહેશે.
રિપોર્ટ : રસિક વેગડા
મોટીકુકાવાવ