રાજકોટ ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો તથા જીવતા કારતુસ સાથે ઈસમને પકડી પાડતી S.O.G શાખા.
રાજકોટ શહેર તા.૨૩/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ગેરકાયદેસર હથીયાર ધરાવતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય. જે અન્વયે P.I એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG શાખાના એસ.બી.ધાસુરા તથા SOG શાખાના કર્મચારીઓ ગેરકાયદેસર હથીયાર ધરાવતા ઈસમોને શોધી કાઢવા સારૂ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ફીરોજભાઇ શેખ તથા અમિતકુમાર સ્ટુડિયા તથા કિશોરભાઇ ઘુઘલ નાઓની સંયુકત રીતે ચોક્કસ બાતમી આધારે આજી વસાહત આજીનદીના કાંઠે જાહેરમાંથી ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો નંગ-૧ તથા જીવતા કારતુસ નંગ-૨ સાથે ઇસમને પકડી પાડી DCB પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. અમિન ઉર્ફે મહેબુબ અયુબભાઇ શાહમદાર ઉ.૩૧ રહે-ગંજીવાડા શેરીનં-૧૨ “ખોખર પ્રોવિઝન સ્ટોર”ની સામે રાજકોટ. ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો નંગ-૧ કિરૂ.૫,૦૦૦ તથા તેમજ જીવતા કારતીસ નંગ-૨ કિ.રૂ.૨૦૦ મળી કુલ મુદ્દામાલની કિંમત રૂ.૫,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


