રાજકોટ કારખાનાના ગોડાઉનમાંથી લોખંડના રો-મટીરીયલ્સ ચોરી કરનાર બે ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી માલવીયાનગર પોલીસ.
રાજકોટ શહેર તા.૨૪/૭/૨૦૨૫ ના રોજ તા.૧૯/૭/૨૦૨૫ ના રાત્રીના ૨૦/૦૦ થી તા.૨૦/૭/૨૦૨૫ સાંજના ૪ વાગ્યાની વચ્ચે રાજકોટ વૈદવાડી શેરીનં.૧ રાઠોડ એન્જીન્યરીંગ વર્કસના બિલ્ડીંગમાં શેડ નં-૩ ખાતે સીમ્પલેક્ષ મશીનરી સીસ્ટમ ગોડાઉનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમ સીમેન્ટ તથા પ્લાસ્ટીકના પતરાવાળી છત તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી ગોડાઉન માંથી લોખંડની મશીનરીની પાર્ટ તથા લોખંડનુ રો-મટીરીયલ્સનો સરસમાન જેની કુલ કિં રૂ.૩,૫૫,૫૦૦ ની ચોરી કરી લઇ જતા જે બાબતે માલવીયાનગર પોલીસ સ્ટેશનમા BNS કલમ-૩૦૫, ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબનો ગુન્હો જાહેર થયેલ હતો. રાજકોટ શહેર પોલીસ કમીશનર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમીશનર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમીશનર ઝોન-૨ જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશનર બી.જે.ચૌધરી દક્ષીણ વિભાગ નાઓએ ગુન્હાના કામે અજાણ્યા ઇસમને ત્વરીત પકડી પાડી ગુન્હો ડીટેકટ કરવા સુચના કરેલ હોય. જે બાબતે P.I જે.આર.દેસાઇ ના માર્ગદર્શન હેઠળ માલવીયાનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સની અલગ-અલગ ટીમો બનાવવામા આવેલ જેમા CCTV ચેક કરવા તેમજ જાણીતા ગુન્હેગારોને ચેક કરવા તેમજ ટેકનીકલ રાહે માહિતી મેળવવા અંગેની કામગીરી ચાલુ હતી તે દરમ્યાન આજરોજ કોમ્બીંગ નાઇટ રાઉન્ડ દરમ્યાન સર્વેલન્સ ટીમના એમ.જે.ધાધલ તથા સર્વેલન્સ ટીમના માણસો પેટ્રોલીંગમા હતા દરમ્યાન સર્વેલન્સ સ્ટાફ કર્મચારીઓ નાઓને સયુંકત રીતે ખાનગી હકિકત મળેલ કે વૈદવાડી શેરીનં.૧ કારખાના ગોડાઉનમાં લોખંડના રો-મટીરીયલ્સના સર સામાનની ચોરી કરવા વાળા ઇસમો સ્વામી વિવેકાનંદ મવડી ઓવર બ્રીજ નીચે પાર્કિંગમાં રેલ્વેના પાટાની સામે બેસી ચોરી કરેલ લોખંડના રો મટીરીયલ્સનો સર સામાન સગે-વગે કરી રહ્યા છે જે મળેલ બાતમી હકીકત આધારે રાજકોટ સ્વામી વિવેકાનંદ મવડી ઓવર બ્રીજ નીચે પાર્કિંગ માંથી બે ઇસમો તથા એક બાળ કિશોરને પકડીને ચોરી કરેલ મુદ્દામાલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (1) કુલદિપ ઉર્ફે રોહન સુનિલભાઇ સોલંકી ઉ.૨૨ રહે.દેરડી કુંભાજી ગામ દેવીપુજક વાસ મફતીયાપરા જી.અમરેલી (2) સની અરવીંદભાઇ સોલંકી ઉ.૨૧ રહે.દેરડી કુંભાજી ગામ મફતીયાપરા જી.અમરેલી.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

