Gujarat

સારવાડી વિસ્તારના રસ્તાઓ પર કાદવ-કીચડ, ખેડૂતો અને પશુપાલકોને હાલાકી

પાટણ જિલ્લાના સરિયદ ગામમાં ભારે વરસાદે સ્થાનિકો માટે મુશ્કેલીઓ સર્જી છે. સારવાડી ઓટાથી વિહતપુરા સુધીના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. પુષ્કળ કાદવ-કીચડ જમા થવાથી સ્થાનિક પશુપાલકો અને ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સારવાડી વિસ્તારમાં ખેડૂતોના ખેતરો આવેલા છે. આ ખેતરોમાં જવા-આવવા માટેના રસ્તાઓની હાલત અતિ દયનીય બની ગઈ છે. કાદવ અને પાણી ભરાયેલા હોવાને કારણે ખેડૂતોને પોતાના ખેતરો સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે.

પશુપાલકોને પોતાના પશુઓની અવરજવર કરાવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખેત પેદાશો અને દૂધ જેવી વસ્તુઓના પરિવહનમાં પણ અવરોધ ઉભો થયો છે.