અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના સાણંદ ડિવિઝનમાં 2 ઓગસ્ટ, 2025ના રોજ એક કરોડથી વધુ કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો. કણભા, અસલાલી અને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂનો આ મુદ્દામાલ હતો.
કણભા પોલીસ સ્ટેશનમાંથી જુદી-જુદી બ્રાન્ડની 27,857 બોટલો અને બીયર ટીન જપ્ત કરાયા હતા, જેની કિંમત રૂ. 92,77,469 હતી. અસલાલી પોલીસ સ્ટેશનમાંથી 1,173 બોટલો જપ્ત કરાઈ હતી, જેની કિંમત રૂ. 9,82,840 હતી. વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાંથી 166 બોટલો અને બીયર ટીન જપ્ત કરાયા હતા, જેની કિંમત રૂ. 39,000 હતી.
કુલ મળીને રૂ. 1,02,99,309ની કિંમતના વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કણભા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બાકરોલ ગામની સીમમાં સ્વર્ણિમ એસ્ટેટના આરસીસી પ્લોટ પર કરવામાં આવ્યો. બોટલો પર રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો.

