Gujarat

ધો.૧૦-૧૨ બોર્ડના પરિક્ષાના ફોર્મ ભરવાની ૨૧ ડિસેમ્બર છેલ્લી તારીખ છે

અમદાવાદ
ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ રદ થતાં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે કોરોનાના કેસો નિયંત્રણમાં હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. ગત વર્ષે ૧૨ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતાં. જયારે આ વર્ષે હજુ ૭ લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભર્યાં છે. હજી ત્રણેક લાખની આસપાસ ફોર્મ ભરાય તેવી શક્યતાઓ છે. એટલે કુલ ૧૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે અને પરીક્ષા આપશે તેવી શક્યતાઓ છે.ગત વર્ષે કોરોનાના કેસોમાં મોટો વધારો થવાથી પરીક્ષાની તારીખ લંબાવવામાં આવી હતી. ત્યાર બાદ બીજી લહેર શરૂ થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું. તે ઉપરાંત રિપીટર્સની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે આ વર્ષે કેસ કાબુમાં હોવાથી અગાઉની જેમ પરીક્ષા રાબેતા મુજબ જ લેવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા પણ આ વર્ષે પરીક્ષા માટે ખાસ તૈયારી કરવામાં આવશે. જેથી તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા એક સાથે લઇ શકાયગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા યોજાવવાની છે જેને લઈને ફોર્મ ભરવાના શરુ કરવામાં આવ્યા છે. ધોરણ ૧૦ અને ૧૨ કોમર્સની ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૧ ડીસેમ્બર છે જ્યારે ધોરણ ૧૨ સાયન્સના ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૪ ડિસેમ્બર છે. ફોર્મ સમયસર ભરવા ગુજરાત બોર્ડે વિદ્યાર્થીઓને અપીલ કરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાને લઈને આત્યારે પરીક્ષા ફોર્મ અને ફી ભરાઈ રહી છે. ધોરણ ૧૦ માટે ૨૧ ડિસેમ્બર અંતિમ તારીખ છે જ્યારે ૧૨ કોમર્સ માટે ૨૧ ડીસેમ્બર અંતિમ તારીખ છે અને ૧૨ સાયન્સ માટે ૨૪ ડીસેમ્બર અંતિમ તારીખ છે. અંતિમ તારીખ સુધીમાં વિદ્યાર્થીઓ રેગ્યુલર ફી ભરીને ફોર્મ ભરી શકશે જે બાદ લેટ ફી સાથે ફોર્મ લેવામાં આવશે જે અંગે બોર્ડની વેબસાઈટ પર માહિતી મુકવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓએ અંતિમ તારીખ સુધીમાં ફી ભરે તેવી બોર્ડે અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *