અમદાવાદ
શાંતિ એશિયાટિક સ્કૂલ, બોપલમાં અમે અમારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તથા આ સુનિશ્ચિત કરવાની એક રીતે વિવિધ રમતગમત પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને જાેડવાની છે. સ્કૂલે ધોરણ ૧થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે એના કેમ્પસમાં આશરે ૧૬ રમત હાથ ધરવા માટે માળખાગત કાર્યક્રમ અને માળખાગત સુવિધા ઊભી કરી છે. એનો ઉદ્દેશ વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓને તૈયાર કરવાનો અને તેમને સફળતા મેળવવા પ્રેરિત કરવાનો છે, જેથી તેઓ જીવનમાં ઊંચા લક્ષ્યાંકો હાંસલ કરી શકે. વિવિધ અનુભવી સ્પોર્ટ્સ ફેકલ્ટી વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને તાલીમ આપે છે તથા તેમની કુશળતાઓને એક ચોક્કસ દિશા આપે છે. તમામ વયજૂથના વિદ્યાર્થીઓ વિવિધ સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં સહભાગી થવા પ્રેરિત થયા છે. શાંતિ એશિયાટિક સ્કૂલ, બોપલને રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની વિવિધ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં એના વિદ્યાર્થીઓની ઉપલબ્ધિઓ પર ગર્વ છેશાંતિ એશિયાટિક સ્કૂલ, બોપલના ત્રણ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે. ધોરણ ૯ની વિદ્યાર્થીની પ્રિયંકા રાણા વિશ્વની બે સૌથી મોટી જૂનિયર ટેનિસ ટૂર્નામેન્ટ ધ એડી હેર ઇન્ટરનેશનલ ટેનિસ અને જૂનિયર ઓરેન્જ બાઉલ ઇન્ટરનેશનલ ટેનિસ ટૂર્નામેન્ટમાં સહભાગી થવા અમેરિકા ગઈ છે. એ જ રીતે ધોરણ ૭ના વિદ્યાર્થી અંશ જાેબનપુત્રાએ આઇજીયુ શિલોંગ જૂનિયર બૉય્સ ગોલ્ફ ચેમ્પિયનશિપ પોતાની પ્રથમ રાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં વિજય મેળવ્યો છે, જેનું આયોજન મેઘાલય ગોલ્ફ પ્રોમોટર્સ સોસાયટી અને રમતગમત અને યુવા પ્રવૃતિઓ વિભાગ, મેઘાલય સરકાર દ્વારા કરવામાં આવેલ. ઉપરાંત ધોરણ ૧ની વિદ્યાર્થીની વીહા દરજી નવી દિલ્હીમાં ભારતીય રોલર સ્કેટિંગ મહાસંઘ દ્વારા આયોજિત ૫૯મી નેશનલ સ્કેટિંગ ચેમ્પિયનશિપ માટે પસંદ થઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે, ધ એડી હેર ઇન્ટરનેશનલ ટેનિસ ટૂર્નામેન્ટ ઇન્વિટેશન-ઑન્લી ઇવેન્ટ છે. દરેક વયજૂથમાં ૧૨૮ ક્વોલિફાઇંગ ડ્રો અને ૬૪ મેઇન ડ્રો પૂરતી મર્યાદિત આ ટૂર્નામેન્ટમાં ૯૦થી વધારે દેશોમાંથી ૨,૦૦૦થી વધારે જૂનિયર ટેનિસ ખેલાડીઓ સામેલ થયા છે. ઘણા હાલના પ્રોફેશનલ ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે સાથે અને વિજયી પણ થયા છે, જેમાં મારિયા શારાપોવા, જેલેના જેનકોવિક મ્મોહ, એન્ડી રોડિક, ઝેવિયર મલિસ્સે વગેરે સામેલ છે. એ જ રીતે ઓરેન્જ બાઉલ ઇન્ટરનેશનલ ટેનિસ ચેમ્પિયનશિપ પ્રતિષ્ઠિત જૂનિયર ઇન્ટરનેશનલ ટેનિસ ટૂર્નામેન્ટ છે, જે ભવિષ્યના વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશિપ માટેનો માર્ગ ગણાય છે. અગાઉના થોડા ચેમ્પિયનમાં રોજર ફેડરર, ડોમિનિક થીમ, એન્ડી રોડિક, કોકો ગોફ તથા અમારા પોતાના યુકી ભમ્બરી સામેલ છે. આ ઉપલબ્ધિ પર વિદ્યાર્થીઓને અભિનંદન આપતા શાંતિ એશિયાટિક સ્કૂલ, બોપલના ડિરેક્ટર અને પ્રિન્સિપલ અભય ઘોષે કહ્યું હતું કે, “શાંતિ એશિયા સ્કૂલના સંપૂર્ણ પરિવાર તરફથી હું પ્રિયંકા રાણા, અંશ જાેબનપુત્રા અને વીહા દરજીને તેમની ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ પર અભિનંદન આપું છું. તેમના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે તેમની મહેનત, ખંત અને દ્રઢતા ખરેખર પ્રશંસનીય છે. હું તેમને તેમના ભવિષ્યમાં સફળતાની શુભકામના પાઠવું છું. તેઓ તેમની રમતોમાં નવી ઊંચાઈ સર કરે એવી શુભેચ્છા!”
