Gujarat

જામનગરનો યુવક મલબાર રિવર ફેસ્ટિવલમાં સેમીફાઇનલમાં પહોંચ્યો, ગુજરાત ગૌરવાંકિત

અલબેલાં સાહસ અને પ્રવાહી સંઘર્ષ વચ્ચે જામનગર જીલ્લાના નચિકેતા ગુપ્તાએ મલબાર રિવર ફેસ્ટિવલ 2025માં ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. એશિયાની સૌથી મોટી વ્હાઇટ વોટર કાયાકિંગ સ્પર્ધા તરીકે ઓળખાતી આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં નચિકેતા ગુપ્તા જેઓએ ગુજરાતમાંથી ભાગ લેનારા એકમાત્ર પ્રતિસ્પર્ધી તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી.

તેમણે સેમિફાઇનલ સુધી પહોંચીને સૌપ્રથમ વખત ગુજરાતનું નામ મલબારના તીવ્ર પ્રવાહોમાં ગૂંજાવ્યું છે. નચિકેતા ગુપ્તા જામનગર સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર (ગેજેટેડ) તરીકે ફરજ બજાવે છે. તેમની નોકરીની જવાબદારીઓ વચ્ચે સમય કાઢીને તેઓએ સતત કઠોર મહેનત અને પ્રેક્ટિસ દ્વારા પોતાની કાયકિંગ કૌશલ્યમાં નિખાર લાવ્યો છે.

એમના માટે આ માત્ર હોબી નથી – એ એક લાગણી, એક સાહસિક જીવનશૈલી છે. નચિકેતા ગુપ્તા માત્ર કાયકર જ નથી, તેઓ એક બહુઆયામી ઍડવેન્ચર એથ્લીટ છે.