રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજકટમાં ગુન્હાહીત ઇતીહાસ ચેક કરી “પાસા” દરખાસ્ત મંજુર કરતા પોલીસ કમિશનર.
રાજકોટ શહેર તા.૭/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં શરીર સબંધી ગુન્હાની ટેવવાળા ઇસમો ગુન્હો કરતા અચકાય અને ગુન્હાઓ ઉપર અંકુશ રહે તે સારૂ શરીર સબંધી ગુન્હામાં પકડાયલે ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવા અંગે સુચના થયેલ હોય P.I વી.આર.વાસાવા નાઓ દ્વારા આવા ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ કમિશનર રાજકોટ શહેર તરફ મોકલી આપવામાં આવતા રાજકોટ શહેર નાઓ દ્વારા પાસા દરખાસ્ત મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરતા ઇસમને પાસા વોરંટની બજવણી કરી પાસા તળે જીલ્લા જેલ અમદાવાદ ખાતે મોકલી આપવા માટે તજવીજ કરવામાં આવેલ છે. સમીરભાઇ ઉર્ફે ધમો બશીરભાઇ શેખ જાતે.મુસ્લીમ ઉ.રર રહે.રૂખડીયાપરા શેરીનં.૫ જીલ્લા જેલની પાછળ રાજકોટ. પ્રદ્યુમનનગર પો.સ્ટે. કલમ BNS ૧૨૧(૧), ૩૨૪(૪), ૩૫૨, ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૦, ૧૨૫, ૨૪૯/સી) તથા જી.પી એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો દાખલ કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.