Gujarat

8, 9 અને 10 સપ્ટેમ્બરે યોજાશે સત્ર, ધારાસભ્યો આજથી તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે

રાજ્યપાલ દ્વારા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી છે. આ સત્ર 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાશે. તેમજ આજથી(8 ઓગસ્ટ, 2025) તારીખ 20 ઓગસ્ટ સુધી ધારાસભ્યો તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે. સરકારી કામકાજ અને સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરાશે. આ અંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ માહિતી આપી હતી. તેમજ જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે.