ચીનના રાજ્ય પ્રસારણકર્તા સીસીટીવીએ અહેવાલ આપ્યો છે કે, શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું હતું કે તેમને એ જાેઈને આનંદ થયો કે મોસ્કો અને વોશિંગ્ટન તેમના મતભેદો છતાં વાતચીત જાળવી રાખે છે.
“ચીન ઇચ્છે છે કે રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ સંપર્ક જાળવી રાખે, તેમના સંબંધો સુધારે અને યુક્રેન કટોકટીના રાજકીય સમાધાનને પ્રોત્સાહન આપે,” રાજ્ય પ્રસારણકર્તા સીસીટીવીએ શીને પુતિનને કહેતા ટાંકીને જણાવ્યું હતું.
શી જિનપિંગે એમ પણ કહ્યું કે તેમનો દેશ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ વાટાઘાટોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

