ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ પાસે એક અજાણ્યા આધેડ વયના પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
આજુબાજુના રાહદારીઓએ મૃતદેહ જોતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી સ્થાનિક પોલીસને બોલાવી હતી.

પોલીસે ઘટના સ્થળે પહોંચી અજાણ્યા ઇસમના મૃતદેહ પર કબજો મેળવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો.

હાલ પોલીસે મૃતદેહની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરી છે. સાથે સાથે અજાણ્યા આધેડ વયના પુરુષના વાલી વારસાને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરીને પણ મૃતકની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.