Gujarat

જાતિવાદના નામે કોઇ પણ રાષ્ટ્ર બની શકે નહીં : યુવાનોને ભ્રમિત ન થવા સલાહ

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ વર્ષનો કાર્યક્રમ મોરા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યુ હતુ કે, અલગ ભીલ પ્રદેશની માગ કરનારા નેતાઓ પર પ્રહારો કર્યા હતા અને જણાવ્યુ હતુ કે, અલગ પ્રદેશની માગ કરનારા પોત પોતાના રાજ્યમાં રાજધાની બનાવવા માગ કરી રહ્યાં છે. તેમને વધુમાં જણાવ્યુ કે, જાતીવાદના નામે કોઇ રાષ્ટ્ર ચાલી શકે નહિં.

કાર્યક્રમમાં આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા વિધાર્થીઓ, રમતવીરો, કલાકારો તથા ઉત્કૃષ્ટ કામગીરી કરેલ 19 વ્યક્તિ વિશેષોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાલ, ટ્રોફી, પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

જ્યારે મિશન મંગલમ યોજના, તબેલા માટેની સહાય, કુંવરબાઇ મામેરા યોજના, ફ્રી શિપકાર્ડ, વન અધિકાર પત્રો સહિત વિવિધ સહાય ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આપવામાં આવ્યા હતા.

શિક્ષણ મંત્રી કુબેર ડીડોંરે કાર્યકમમાં ભીલ પ્રદેશની માંગ કરનાર પર ફરી એકવાર નિશાન સાધ્યું હતું. મંત્રીએ શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે રાજનીતિમાં ટકી રહેવા માટે આ બધા લોકો પેતરા કરી રહ્યા છે.

ભીલ પ્રદેશની સ્થાપનાના નામે ચૈતર વસાવા સહિતના કેટલાક લોકો યુવાનોને ભ્રમિત કરે છે. . ભીલ પ્રદેશની માંગ કરનાર ત્રણ અલગ અલગ નેતા પોતપોતાના રાજ્યમાં રાજધાની બનાવવાના દાવા પણ કરે છે.